બાંગ્લાદેશમાં શેખ હસીનાને ફાંસીની સજા, સુપ્રીમ કોર્ટમાં કરી શકે છે અપીલ…

ઢાકા: બાંગ્લાદેશની કોર્ટે ઢાકામાં ગત વર્ષે થયેલા વિદ્યાર્થી વિરોધ પ્રદર્શન દરમિયાન માનવતા વિરુદ્ધના ગુનાઓમાં ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને દોષિત ઠેરવ્યા છે અને ફાંસીની સજા ફટકારી છે. આ સજા તેમને કયારે કરવામાં આવશે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ આ સજા વિરુદ્ધ તે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે જોકે, તે માટે તેમણે સુપ્રીમ કોર્ટમાં હાજર રહેવું પડશે.
શેખ હસીનાએ હાલમાં ભારતમાં આશ્રય લીધો છે
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્ર્ધાન શેખ હસીના આ સજા વિરુદ્ધ અપીલ કરી શકે છે. હસીનાને આઈસીટી એક્ટ 1973 ની કલમ 21 મુજબ તેમને 60 દિવસની અંદર બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવી પડશે. શેખ હસીનાએ હાલમાં ભારતમાં આશ્રય લીધો છે. તેથી તેમના વકીલો દ્વારા આ અપીલ દાખલ કરી શકે છે. જોકે, સુપ્રીમ કોર્ટ તેમને કોર્ટમાં હાજર રહેવાની ફરજ પાડી શકે છે. જે તેમના માટે વ્યવહારુ પડકાર બની શકે છે.
60 દિવસની અંદર બાંગ્લાદેશ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકાશે
તેમજ જો શેખ હસીના 60 દિવસની અંદર બાંગ્લાદેશ સુપ્રીમ કોર્ટમાં ફાંસીની સજા વિરુદ્ધ અપીલ નહીં કરે તો આ સજા અંતિમ ગણાશે. તેમજ જો અપીલ માન્ય થાય તો નવી ટ્રાયલ અથવા સજામાં ઘટાડો મંજૂર કરવામાં આવી શકે છે.
માત્ર વકીલના માધ્યમથી અરજી કરી શકાશે નહી
આ ઉપરાંત બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં શેખ હસીનાની ફાંસીની સજા વિરુદ્ધ અપીલ કરવા માટે તેમણે કોર્ટમાં શરણાગતિ સ્વીકારવી પડશે. જ્યાં સુધી તે કોર્ટમાં રૂબરૂ હાજર ન થાય અથવા ધરપકડ ન થાય ત્યાં સુધી, તે સુપ્રીમ કોર્ટમાં સજા સામે અપીલ કરી શકશે નહીં. આઈસીટી સજાની સ્પષ્ટ શરત એ છે કે અપીલ પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં દોષિતે કોર્ટમાં હાજર થવું પડશે. તેમજ આ કેસમાં માત્ર વકીલના માધ્યમથી અરજી કરી શકાશે નહી.
શેખ હસીનાએ 5 ઓગસ્ટના રોજ બાંગ્લાદેશ છોડી દીધું હતું
ઉલ્લેખનીય છે કે, વધતી જતી અરાજકતા વચ્ચે શેખ હસીનાએ 5 ઓગસ્ટના રોજ બાંગ્લાદેશ છોડી દીધું હતું અને હાલમાં ભારતમાં રહે છે.જોકે, તેની બાદ બાંગ્લાદેશની યુનુસ સરકારે ભારત પાસે શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગણી કરી છે. પરંતુ ભારતે હજુ સુધી તેનો કોઈ જવાબ આપ્યો નથી.
આ પણ વાંચો…બાંગ્લાદેશના પૂર્વ વડાં પ્રધાન શેખ હસીના દોષી જાહેર, પ્રદર્શનકર્તાઓને આપ્યો હતો આવો આદેશ



