બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડા પ્રધાન હસીના સામે ચોવીસ કલાકમાં બીજો ગુનો નોંધાયો
ઢાકા: 2015માં વકીલનું અપહરણ કરવાના આરોપમાં બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીના અને તેમના કેબિનેટના ભૂતપૂર્વ પ્રધાનો સહિત અન્ય કેટલાક લોકો વિરુદ્ધ બુધવારે બળજબરીથી ગાયબ થવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
વિવાદાસ્પદ નોકરીની ક્વોટા પ્રણાલી અંગે તેમની અવામી લીગની આગેવાની હેઠળની સરકાર સામે ફાટી નીકળેલા વ્યાપક વિરોધને પગલે 5 ઓગસ્ટે રાજીનામું આપીને ભારત ભાગી ગયા ત્યારથી 76 વર્ષના હસીના સામે આ બીજો ગુનો નોંધવામાં આવ્યો છે.
એક સ્થાનિક અખબારના અહેવાલ મુજબ બળજબરીથી ગુમ થયેલા હસીના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના વકીલ સોહેલ રાણાએ ગુનો નોંધવા માટેની અરજી દાખલ કરી હતી.
ઢાકા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ફરઝાના શકીલા સુમુ ચૌધરીની કોર્ટે આરોપોનો સ્વીકૃત કરીને ગુનો નોંધવાનો આદેશ આપ્યો હતો.
આ કેસના અન્ય આરોપીઓમાં હસીનાની કેબિનેટના વરિષ્ઠ પ્રધાનો, ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અસદુઝમાન ખાન, ભૂતપૂર્વ કાનૂન પ્રધાન અનીસુલ હક, ભૂતપૂર્વ પોલીસ મહાનિરીક્ષક (આઈજીપી) શાહિદુલ હક, રેપિડ એક્શન બટાલિયન (આરએબી)ના ભૂતપૂર્વ મહાનિર્દેશક બેનઝીર અહેમદ અને આરએબીના અન્ય પચીસ લોકોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : ‘મને સત્તા પરથી હટાવવા અમેરિકાએ કાવતરું રચ્યું’ શેખ હસીનાનો મોટો આરોપ..
10 ફેબ્રુઆરી 2015ના મને ઉત્તરાના સેક્ટર-5થી અટકાયતમાં લેવામાં આવ્યો હતો અને બળજબરીથી વાહનમાં બેસાડી દેવામાં આવ્યો હતો. હું કારની અંદર હતો કે તરત જ મારા કાન અને ગુપ્તાંગને ઇલેક્ટ્રિક આંચકો મારવાથી લગભગ બેભાન થઈ ગયો હતો, એમ આ અહેવાલમાં રાણાને કહેતા ટાંકવામાં આવ્યા હતા.
સમય જતાં વિવિધ પ્રકારના ક્રૂર યાતનાઓ સહન કર્યા પછી, આખરે મને ઓગસ્ટમાં ગોદાગરી, રાજશાહીમાં મુક્ત કરવામાં આવ્યો હતો એમ પણ તેમણે કહ્યું હતું.
આ પહેલાં મંગળવારે હસીના અને અન્ય છ લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ગયા મહિને થયેલી હિંસક અથડામણોમં કરિયાણાની દુકાનના માલિકનું મૃત્યુ થયું તે સંબંધે આ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પાંચમી ઓગસ્ટે હસીના સરકારનું પતન થયું તેના પરિણામે ફાટી નીકળેલી હિંસામાં અત્યાર સુધીમાં 230 લોકોનાં મોત થયાં છે. જુલાઈની મધ્યથી ક્વોટા સંબંધી જે હિંસા થઈ છે, તેનો મરણાંક આની સાથે કુલ 560 પર પહોંચ્યો છે. (પીટીઆઈ