ઇન્ટરનેશનલ

Bangladesh માં રાજકીય ગરમાવો, શેખ હસીનાની પાર્ટી અવામી લીગ પર પ્રતિબંધ મૂકવાની માગ

ઢાકા: બાંગ્લાદેશમાં(Bangladesh)સતત કથળી રહેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે વિધાર્થીના નેતૃત્વવાળી નેશનલ સીટીઝન પાર્ટી(NCP)આક્રમક દેખાવો કરી રહ્યું છે. આ પાર્ટી બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાની અવામી લીગ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી રહી છે. આ પાર્ટીએ આક્ષેપ કર્યો કે શેખ હસીનાની અવામી લીગે દેશમાં ફાંસીવાદની સ્થાપના કરી છે. તેથી અવામી લીગ આગામી ચૂંટણીમાં ભાગ લેવા દેવામાં ના આવે. જોકે, બાંગ્લાદેશમા ચૂંટણી ક્યારે યોજાશે અને લોકશાહી ક્યારે પરત ફરશે તે અંગે હજુ કોઇ સ્પષ્ટતા નથી.

આ પણ વાંચો: ભારતનો બાંગ્લાદેશને સ્પષ્ટ જવાબ; વડાપ્રધાન મોદી અને મોહમ્મદ યુનુસ વચ્ચે બેઠક નહીં થાય

લોકોએ પ્રાણના ભોગે અવામી લીગને હરાવી

આ અંગે બાંગ્લાદેશની સરકારી સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, શાહબાગમાં એક વિરોધ રેલીને સંબોધતા, નેશનલ સિટીઝન પાર્ટી ના સભ્ય સચિવ અખ્તર હુસૈને અધિકારીઓને રાજકીય પક્ષ તરીકે અવામી લીગની નોંધણી રદ કરવા પગલાં લેવા અપીલ કરી હતી. હુસૈને કહ્યું કે હજારો લોકોએ પ્રાણના ભોગે અવામી લીગને હરાવી છે. તેથી તેને ફરીથી દેશમાં સ્થાપિત નહિ થવા દેવામા આવે.

લોકોની હત્યા માટે જવાબદાર હોવાનો આરોપ

ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2024 માં બાંગ્લાદેશી વિદ્યાર્થીઓના નેતૃત્વમાં એક હિંસક આંદોલને અવામી લીગ પાર્ટીની 16 વર્ષ જૂની સરકારને ઉથલાવી દીધી અને ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને પદભ્રષ્ટ કરી. આ પછી તેમને દેશ છોડવાની ફરજ પડી હતી. શેખ હસીના હાલમાં ભારતમાં આશ્રય લઈ રહ્યા છે. બાંગ્લાદેશમાં કામચલાઉ સરકારે તેમના પર અનેક આરોપો લગાવ્યા છે. જેમાં તેમના પર દેશમાં ડઝનબંધ લોકોની હત્યા માટે જવાબદાર હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

ટ્રિબ્યુનલે હસીના સામે અત્યાર સુધીમાં ત્રણ કેસ નોંધ્યા

જ્યારે કાર્યવાહક સરકારના વડા મોહમ્મદ યુનુસ ભારત સરકાર પાસેથી હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યા છે.
બાંગ્લાદેશના ગત વર્ષે ઓગસ્ટમાં સરકાર વિરોધી દેખાવો અને અવામી લીગ સરકારના પતન પછી હસીનાએ ભારતમાં આશરો લીધો હતો. ટ્રિબ્યુનલે હસીના સામે અત્યાર સુધીમાં ત્રણ કેસ નોંધ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button