આઈએસઆઈ બાદ હવે પાક વિદેશ પ્રધાન બાંગ્લાદેશ પહોંચ્યા! શું છે શરીફ અને મુનીરનો પ્લાન?

ઢાકા, બાંગ્લાદેશઃ બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં સુધાર આવી રહ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. ફરી એકવાર પાકિસ્તાન બાંગ્લાદેશ સાથે સંબંધો સુધારવા માટે પ્રયત્ન કરી રહ્યું છે.
ભારે વિરોધ બાદ શેખ હસીનાને ઢાકા છોડવું પડ્યું અને પછી મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશને કારભાર સંભાળ્યો છે. મોહમ્મદ યુનુસના આવ્યાં બાદ પાકિસ્તાન સંબંધોમાં સુધાર લાવશે તેવું સૂત્રો જણાવી રહ્યાં છે પરંતુ પાકિસ્તાન શા માટે આ સંબંધોમાં સુધાર લાવવા માંગે છે? શું ભારત સામે કોઈ નવી ચાલ રમાઈ રહી છે?
આપણ વાંચો: ભારત માટે ખતરાની ઘંટીઃ પાકિસ્તાન અને બાંગ્લાદેશ લશ્કરે હાથ મિલાવ્યા
પાકિસ્તાનના વિદેશ પ્રધાન બાંગ્લાદેશની મુલાકાતે પહોચ્યાં
પહેલા પાકિસ્તાની ખુફીયા એજન્સી આઈએસઆઈ અને પાક. સૈનિકો બાંગ્લાદેશ ગયાં હતાં. હવે પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઈશાક ડાર પણ બાંગ્લાદેશ પહોચ્યાં છે. પાકિસ્તાને સત્તાવાર રીતે 13 વર્ષ બાદ બાંગ્લાદેશમાં પગ મુક્યો છે.
વાંરવાર એવા સવાલો થઈ રહ્યાં છે કે, પાકિસ્તાન આર્મીના અધિકારીઓ અને પાકિસ્તાન સરકાર પ્રધાનો શા માટે બાંગ્લાદેશ જઈ રહ્યાં છે. સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, પાકિસ્તાન બાંગ્લાદેશ સાથે મળીને કામ કરવા માંગે છે. પરંતુ પ્રશ્ન એ છે કે, કયા ક્ષેત્રમાં બંને દેશો સાથે મળીને કામ કરવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે? શું આ ભારત માટે કોઈ બીજો ખતરો સાબિત થશે?
આપણ વાંચો: અમદાવાદમાં વસેલા છે પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ, જાણો વિગત
મોહમ્મદ યુનુસ પાકિસ્તાન સાથે સંબંધો સુધારવા માંગે છે?
મહત્વની વાત એ છે કે, જ્યારે બાંગ્લાદેશમાં શેખ હસીનાનું શાસન હતું, ત્યારે પાકિસ્તાનના બાંગ્લાદેશ સાથે સંબંધો સારા નહોતી. કારણે કે, શેખ હસીના ભારત સાથે દોસ્તી કરવા માંગતી હતી.
પરંતુ શેખ હસીના બાદ પાકિસ્તાનના બાંગ્લાદેશ સાથે સંબંધો સુધરી રહ્યાં છે અને તેનું કારણ છે મોહમ્મદ યુનુસ. આ વ્યક્તિ બાંગ્લાદેશના પતન માટે પણ જવાબદાર બનશે તેવું રાજકીય વિશ્લેષકો કહી રહ્યાં છે. કારણ કે, મોહમ્મદ યુનુસના શાસનમાં આવ્યાં બાદ બાંગ્લાદેશમાં સ્થિતિ વધારે હિંસાત્મક બની છે.
આપણ વાંચો: પાકિસ્તાનમાંથી ઇંગ્લૅન્ડ અને બાંગ્લાદેશના ક્રિકેટરો હિજરત કરવાની તૈયારીમાં!
શું પાકિસ્તાન 1971ની હિંસા માટે માફી માંગશે?
બાંગ્લાદેશે પણ પાકિસ્તાન સાથે સારા સંબંધો બનાવવાની વાત કરી છે. ભૂતકાળ બંને દેશો વચ્ચે સારા વ્યવહારો નથી રહ્યાં, પરંતુ હવે સમય બદલાઈ રહ્યો છે. જ્યારે બાંગ્લાદેશ (અગાઉ પૂર્વ પાકિસ્તાન) એ પાકિસ્તાનથી અલગ થવા માટે ચળવળ શરૂ કરી, ત્યારે પાકિસ્તાની સેનાએ લાખો બાંગ્લાદેશીઓની સરેઆમ હત્યાઓ કરી હતી.
તે વખતે ભારતે બાંગ્લાદેશને મદદ કરી હતી અને બાંગ્લાદેશને ખતમ થતું બચાવ્યું હતું. બાંગ્લાદેશની લાંબા સમયથી માંગ રહી છે કે પાકિસ્તાન 1971 ના અત્યાચારો માટે માફી માંગે, પરંતુ પાકિસ્તાન આ માંગણીને ટાળી રહ્યું છે.
હવે જોવાનું એ છે કે, શું પાકિસ્તાન 1971 માટે માફી માંગશે? કે પછી માફી વિના જ બાંગ્લાદેશ સાથે સંબંધો સુધારવામાં આવશે? મોહમ્મદ યુનુસના શાસન પછી બાંગ્લાદેશના ભારત સાથેના સંબંધો પણ કઈ ખાસ રહ્યાં નથી.