ઇન્ટરનેશનલ

બાંગ્લાદેશમાં હિંદુની સુરક્ષા ખતરામાં! સુનામગંજ જિલ્લામાં વધુ હિંદુની હત્યા, પહેલા ઢોર માર માર્યો અને ઝેર આપ્યું

સુનામગંજ, બાંગ્લાદેશઃ બાંગ્લાદેશમાં હિંદુ સમૂદાય પર અત્યાચાર સતત વધી રહ્યો છે. સતત હિંદુઓની હત્યાઓ કરવામાં આવી રહી છે. સુનામગંજ જિલ્લામાં જોય મહાપાત્રો નામના એક હિંદુ વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. જોય મહાપાત્રોને પહેલા ઢોર માર મારવામાં આવ્યો અને બાદમાં ઝેર આપી દેવામાં આવ્યો હતો. પરિવારે જોય મહાપાત્રોને હોસ્પિટલમાં દાખલ કર્યો પરંતુ સારવાદ દરમિયાન તેનું મોત થઈ ગયું. મહાપાત્રોના પરિવારે જણાવ્યું કે, એક સ્થાનિક વ્યક્તિએ તેમને નિર્દયતાથી માર માર્યો હતો અને પછી ઝેર આપી દીધું હતું. આખરે બાંગ્લાદેશમાં હિંદુઓ ક્યારે સુરક્ષિત થશે? શા માટે કોઈ અવાજ નથી ઉઠાવતું?

વચગાળાની સરકાર હિંદુઓની રક્ષા કરવામાં અસમર્થ

વિગતે વાત કરવામાં આવે તો, મહાપાત્રોને ગંભીર હાલતમાં એમએજી ઉસ્માની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ અહીં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંદુઓની હત્યાઓ થઈ રહી છે તેના કારણે હિંદુઓ ડરી ગયાં છે. ત્યાની વચગાળાની સરકાર પણ મોહમ્મદ યુનુસની સરકાર લઘુમતીઓની રક્ષા કરવામાં અસમર્થ સાબિત થઈ છે. સાચી હકીકત એ છે કે, બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના વડાપ્રધાન મુહમ્મદ યુનુસના કાર્યકાળ દરમિયાન જ હિંદુઓ પર અત્યાચાર વધ્યો છે.

બાંગ્લાદેશમાં દર અઠવાડિયે એક હિંદુની જાહેરમાં હત્યા

આ પહેલા પણ બાંગ્લાદેશમાં અનેક હિંદુઓની હત્યા કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા 40 વર્ષીય હિંદુ વ્યક્તિની તીક્ષ્ણ હથિયારથી છરીના ઘા મારીને હત્યા કરી દીધી હતી. તેની પહેલા 5 જાન્યુઆરીએ જશોરના કોપાલિયા બજારમાં હિંદુ ઉદ્યોગપતિ અને પત્રકાર રાણા પ્રતાપની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જ્યારે 18 ડિસેમ્બરે દીપુ ચંદ્ર દાસની પણ કરપીણ હત્યા કરવામાં આવી હતી. માત્ર હત્યા જ નહીં પરંતુ તેના મૃતદેહને જાહેરમાં એક ઝાડ પર બાંધીને સળગાવી પણ દેવામાં આવ્યો હતો.

બાંગ્લાદેશ હિંદુઓ માટે કેટલો સુરક્ષિત રહ્યો?

આ સાથે સાથે 31 ડિસેમ્બરે અન્ય એક હિંદુ વેપારી પર જીવલેમ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તે ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેનું પણ ત્રણ દિવસમાં સારવાર દરમિયાન જ મોત થઈ ગયું હતું. બાંગ્લાદેશમાં આટલાં હિંદુઓની હત્યા થઈ રહીં છે પરંતુ તેના પર કોઈ અવાજ ઉઠાવવામાં આવતો નથી. બાંગ્લાદેશમાં અત્યારે માનવ અધિકાર જેવું કઈ છે જ નહીં! સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે, બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ ખૂબ જ ભયભીત છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button