બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસ આપી શકે છે રાજીનામું, જાણો વિગતવાર | મુંબઈ સમાચાર

બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસ આપી શકે છે રાજીનામું, જાણો વિગતવાર

ઢાકાઃ બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના પ્રમુખ પ્રોફેસર મોહમ્મદ યુનુસ રાજીનામું આપી શકે છે. રાજકીય દળો વચ્ચે સહમતિ ન બની શકવાના કારણે કામ મુશ્કેલ થઈ રહ્યું હોવાનું તેમને લાગી રહ્યું છે. જેના કારણે તેઓ રાજીનામું આપવાનું વિચારી રહ્યા છે.

તેમણે ઢાકામાં એડવાઇઝરી કાઉન્સિલની બેઠકમાં દેશની સ્થિતિ પર નારાજગી વ્યક્ત કરી હતી. વિદ્યાર્થી નેતા અને સિટીઝન પાર્ટીના પ્રમુખ નાહિદ ઈસ્લામે કહ્યું, આપણે યુનુસના રાજીનામાની ખબર સાંભળી રહ્યા છીએ. તેથી આ મુદ્દે ચર્ચા કરવા ગયો હતો. તેમણે કહ્યું હું અંગે વિચારી રહ્યો છું. બંધક જેવું મહેસૂસ કરી રહ્યો છું. વર્તમાન સ્થિતિમાં તેઓ કામ ન કરી શકે.

તેમણે કહ્યું, મોહમ્મદ યુનુસ વર્તમાન સ્થિતિમાં કામ કરવા તૈયાર નથી. જ્યાં રાજકીય દળોમાં પરસ્પર સહમતિ ન બને ત્યાં સુધી તેઓ કામ નહીં કરી શકે. જો તેમને સમર્થન ન મળે તો પદ પર રહેવાનો કોઈ અર્થ નથી. જ્યારે કોઈ રાજકીય પાર્ટી ઈચ્છે કે તેઓ રાજીનામું આપી દે તો શું તેઓ રોકાશે? તેમને કોઈ આશ્વાસન પણ નહીં મળે.

છેલ્લા થોડા દિવસોથી યુનુસ સરકાર અનેક પડકારનો સામનો કરી રહી છે. જેમાં સૌથી મોટો પડકાર સૈન્ય દળોથી વધતું અંતર છે. છેલ્લા બે વર્ષમાં વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળના બળવાએ તેમાં મોટી ભૂમિકા ભજવી હતી. આંદોલનને પૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાની અવામી લીગ સરકારને ઉથલાવી નાંખી હતી અને યુનુસને સત્તા પર બેસાડ્યા હતા.

ગત વર્ષે 5 ઓગસ્ટના રોજ બાંગ્લાદેશના તત્કાલિન વડાં પ્રધાન શેખ હસીનાના સત્તાપલટ અને તેઓ ભાગીને ભારત આવ્યા ત્યાર બાદ 8 ઓગસ્ટના રોજ મોહમ્મદ યુનુસને વચગાળાની સરકરાના વડા બનાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો…બાંગ્લાદેશ અને મ્યાનમારના ગેરકાયદેસર નાગરિકો માટે ભારતનું નવીન અભિયાન, 30 દિવસનું અલ્ટીમેટમ…

Back to top button