ઇન્ટરનેશનલ

1972 ના બંધારણને હટાવવાની માંગ સાથે બાંગ્લાદેશમાં ફરી ફાટી નીકળ્યું આંદોલન

ઢાકા: બાંગ્લાદેશમાં શેખ હસીનાના રાજીનામાના સમય બાદ હવે રાષ્ટ્રપતિ ભવન ‘બંગભવન’ને ​​વિરોધીઓએ ઘેરી લીધું છે. પ્રદર્શનકારીઓ દ્વારા રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીનના રાજીનામાની માંગ કરી રહ્યા છે. આ પ્રદર્શન દેશના વિદ્યાર્થી આંદોલન ‘એન્ટી ડિસ્ક્રિમિનેશન સ્ટુડન્ટ મૂવમેન્ટ’ના નેજા હેઠળ કરવામાં આવી રહ્યું છે, જે અગાઉ વડાપ્રધાન શેખ હસીનાને હટાવવાની માંગને લઈને ચર્ચામાં આવ્યું હતું.

પ્રદર્શનકારીઓ દ્વારા રાષ્ટ્રપતિના રાજીનામાની મુખ્ય માંગ સાથે અન્ય માંગો કરવામાં આવી છે. પ્રદર્શનકારીઓએ રાત્રે બંગભવન તરફ કૂચ કરી હતી, પરંતુ સેના દ્વારા રોકવામાં આવ્યા હતા. આવેલા બેરિકેડનો સામનો કરવો પડ્યો હતો. હવે બંગભવનની બહાર સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ કરી રહ્યા છે. એક આંદોલનકારીએ કહ્યું હતું કે “રાષ્ટ્રપતિ શેખ હસીનાની તાનાશાહી સરકારના સમર્થક છે અને તેમણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ.”

આ પણ વાંચો : શેખ હસીનાને મામલે બાંગ્લાદેશના ભારત સામે ફૂંફાડા: એક નેતાએ કહ્યું “જો ભારત નહિ સોંપે તો…

બંધારણને નાબૂદ કરવાની માંગ:
હાલ બાંગ્લાદેશમાં ચાલી રહેલા આ નવા વિરોધ પ્રદર્શનમાં 1972ના બંધારણને નાબૂદ કરવા અને 2024ની વાસ્તવિકતાને અનુરૂપ નવું બંધારણ ઘડવાની માંગ કરવામાં આવી રહી છે. ઉપરાંત, તેઓએ અવામી લીગના વિદ્યાર્થી સંગઠન બાંગ્લાદેશ છાત્ર પર પ્રતિબંધ મૂકવાની અને અગાઉની ચૂંટણીઓને ગેરકાયદેસર જાહેર કરવાની માંગ કરી છે. આ ઉપરાંત આ ચૂંટણીમાં જીતેલા સાંસદોને ગેરલાયક ઠેરવવાની પણ માંગ કરવામાં આવી છે.

પ્રદર્શનકારીઓ દ્વારા જુલાઈ-ઓગસ્ટના વિદ્રોહની ભાવનાને અનુરૂપ એક નવા પ્રજાસત્તાકની ઘોષણા કરવાની પણ માંગ કરવામાં આવી છે. આ વિરોધ મૂળ જુલાઇમાં શરૂ થયો હતો, જ્યારે વિદ્યાર્થીઓએ સરકારી નોકરીઓમાં અનામતને સમાપ્ત કરવાની માંગ કરી હતી, પરંતુ તે ટૂંક સમયમાં સરકાર વિરોધી ચળવળમાં ફેરવાઈ ગઈ હતી. ત્યારબાદ ફાટી નીકળેલી હિંસાને લઈને બાંગ્લાદેશમાં ખૂબ જ કટોકટીભરી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. અને અંતે શેખ હસીનાએ રાજીનામું આપીને દેશ છોડી દીધો હતો.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker