મુહમ્મદ યુનુસની નાપાક હરકત, આ બુકમાં ઉત્તરપૂર્વ ભારતને બાંગ્લાદેશનો હિસ્સો ગણાવ્યો...
Top Newsઇન્ટરનેશનલ

મુહમ્મદ યુનુસની નાપાક હરકત, આ બુકમાં ઉત્તરપૂર્વ ભારતને બાંગ્લાદેશનો હિસ્સો ગણાવ્યો…

ઢાકાઃ બાંગ્લાદેશમાં અત્યારે વચગાળાની સરકાર છે. જેમાં અત્યારે સત્તા મુહમ્મદ યુનુસના હાથમાં છે. મહત્વની વાત એ છે કે, મુહમ્મ યુનુસ ભારત વિરોધી વિચારો અને કાર્યો માટે મોટા ભાગે ચર્ચામાં રહે છે. તેમણે ફરી એકવાર શરમજનક કૃત્ય કાર્ય કર્યું છે. ભારત અને પાકિસ્તાનના સંબંધો ખરાબ હોવા છતાં પણ બાંગ્લાદેશ પાકિસ્તાન સાથે સંબંધ રાખી રહ્યું છે અને ભારત વિરોધી કાર્યો કરી રહ્યું છે. અત્યારે પાકિસ્તાની લશ્કરી અધિકારી જનરલ સાહિર શમશાદ મિર્ઝાએ બાંગ્લાદેશની મુલાકાત લીધી હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે.

આર્ટ ઓફ ટ્રાયમ્ફ પુસ્તક બન્યું વિવાદનું કારણ

આ મુલાકાત દરમિયાન મુહમ્મદ યુનુસે મિર્ઝાને ‘આર્ટ ઓફ ટ્રાયમ્ફ’ નામનું પુસ્તક ભેટમાં આપ્યું, જેના કવર પર વિવાદ શરૂ થયો છે. આ પુસ્તકના કવર પરના નકશામાં ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યો એટલે કે આસામથી અરુણાચલ પ્રદેશ સુધીને ભાગ બાંગ્લાદેશમાં દર્શાવવામાં આવ્યો છે. બાંગ્લાદેશની આ હરકત અત્યંત શરમજનક છે. મહત્વની વાત એ પણ છે કે, આ પુસ્તકમાં દર્શાવેલ નકશો ‘ગ્રેટર બાંગ્લાદેશ’ની વિભાવનાને પ્રોત્સાહન આપતા ઇસ્લામિક આતંકવાદી જૂથોની માંગણીઓ સાથે મેળ ખાય છે.

શું મુહમ્મદ યુનુસ બાંગ્લાદેશ પાકિસ્તાન સાથે ભેળવી દેશે?

બાંગ્લાદેશ ભૂતકાળને ભૂલી ગયું હોય એવું લાગી રહ્યું છે કે, કારણ કે, જે પાકિસ્તાને તેના પર ભયાનક અત્યાચાર કર્યો હતો તેનો જ સાથ આપી રહ્યું છે. 1971માં પાકિસ્તાને બાંગ્લાદેશ પર ભયાકન અત્યાચાર અને નરસંહાર કર્યો હતો. ત્યારે ભારતે વચ્ચે આવીને બાંગ્લાદેશને મુક્તિ અપાવી હતી. હવે જ્યારે યુનુસ બાંગ્લાદેશની કમાન સંભાળી રહ્યા છે, ત્યારે બાંગ્લાદેશ અને પાકિસ્તાનના ફરી એક થઈ રહ્યાં હોય તેવું જણાય છે. આ પહેલા અનેક વખત યુનુસે ભારત સાથે દગો કર્યો અને પાકિસ્તાનનો સાથ આપ્યો છે.

યુનુસ ફરી એકવાર બાંગ્લાદેશને નકરના દ્વારે ધકેલશે

મુહમ્મદ યુનુસ પાકિસ્તાનનો સાથ આપીને ફરી એકવાર બાંગ્લાદેશને નકરના દ્વારે ધકેલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પાકિસ્તાન હંમેશા અત્યાચાર માટે વિશ્વવિખ્યાત રહ્યું છે. પાકિસ્તાન પોતાના દેશના લોકોની પરેશાનીઓ દૂર કરવામાં તો નિષ્ફળ છે, તેમ છતાં બાંગ્લાદેશમાં પગપેસારો કરી રહ્યું છે. મહત્વની વાત એ છે કે, આ માટે પાકિસ્તાનનો સાથ ખૂદ મુહમ્મદ યુનુસ આપી રહ્યાં છે. યુનુસે એક એવું નિવેદન પણ આપ્યું હતું કે, ‘જો ભારત પાકિસ્તાન પર હુમલો કરે છે, તો બાંગ્લાદેશે ચીન સાથે હાથ મિલાવીને ભારતના ઉત્તરપૂર્વ પર કબજો કરવો જોઈએ’. જો કે, અત્યારે આ વિવાદિત નક્શો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

આ પણ વાંચો…બાંગ્લાદેશની મુશ્કેલી વધીઃ આઈએમએફએ 800 મિલિયન ડોલરની લોન અટકાવી, યુનુસ સરકાર પર દબાણ?

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button