ઇન્ટરનેશનલનેશનલ

યુનુસ સરકારની ચાલ બદલી? બાંગ્લાદેશ ભારતને સાઈડલાઈન કરીને અહીંથી કરશે નિકાસ…

ઢાકા: બાંગ્લાદેશમાં વચગાળાની સરકારનો કાર્યભાર મોહમ્મદ યુનુસના હાથમાં આવ્યાં ત્યારબાદ સતત ઢાકાને ભારતથી દૂર કરવાના નિર્ણયો લઈ રહ્યા છે. હવે વિશ્વના સૌથી મોટા કાપડ ઉત્પાદક બાંગ્લાદેશે તેનો માલ વૈશ્વિક બજારમાં પહોંચાડવા માટે ભારતને બાયપાસ કરવાનો નિર્ણય લીધો છે. એક અખબારના અહેવાલ અનુસાર બાંગ્લાદેશે વિશ્વમાં નિકાસ માટે માલદીવ મારફતે કાપડની નિકાસનો માર્ગ પસંદ કર્યો છે, યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારના આ નિર્ણયથી ભારતના એરપોર્ટ અને બંદરોની કાર્ગો આવકની સંભાવનાઓને નુકસાન થશે.

આ પણ વાંચો : બાંગ્લાદેશમાં હિંદુઓની સલામતી માટે મુહમ્મદ યુનુસનું મહત્વનું પગલું, જાણો શું કહ્યું

અંગ્રેજી અખબારે એમએસસી એજન્સી (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર દીપક તિવારીના હવાલાથી જણાવ્યું હતું કે અગાઉ બાંગ્લાદેશી માલની નિકાસ ભારતીય એરપોર્ટ દ્વારા કરવામાં આવતી હતી, પરંતુ હવે તેઓ અન્ય સ્થળોએથી શિપમેન્ટને ડાયવર્ટ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ પરિવર્તનનો અર્થ એ છે કે ભારતના એરપોર્ટ અને બંદરો આ કાર્ગોને હેન્ડલ કરવાથી આવક ગુમાવશે.

આ પણ વાંચો : કોણ છે નોબેલ વિજેતા મોહમ્મદ યુનુસ ? જેમને Bangladesh ની કમાન સોંપવાની કરવામાં આવી રહી છે માંગ

અહેવાલમાં આ બાબતની જાણકારી ધરાવતા ત્રણ લોકોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશ તેની કાપડની નિકાસ દરિયાઈ માર્ગે કરવા માટે માલદીવમાં મોકલી રહ્યું છે. ત્યારબાદ તે H&M અને Zara સહિતના વૈશ્વિક ગ્રાહકોને હવાઈ માર્ગે કાર્ગો મોકલી રહ્યું છે. કાપડની નિકાસનો માર્ગ બદલવાથી તેની અસર ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના વેપાર સંબંધો પર પણ થવાની છે અને સબંધો નબળા પડી શકે છે. તેનાથી લોજિસ્ટિક્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં તકો ઘટી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button