બાંગ્લાદેશની મુશ્કેલી વધીઃ આઈએમએફએ 800 મિલિયન ડોલરની લોન અટકાવી, યુનુસ સરકાર પર દબાણ? | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલનેશનલ

બાંગ્લાદેશની મુશ્કેલી વધીઃ આઈએમએફએ 800 મિલિયન ડોલરની લોન અટકાવી, યુનુસ સરકાર પર દબાણ?

ઢાકા/ન્યૂ યોર્ક: તખ્તાપલટ થયા બાદ મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા પ્રધાન બન્યા છે. પરંતુ વડા પ્રધાન બન્યા બાદ તેમની જવાબદારી વધી ગઈ છે. તેમની સામે એક મોટી મુશ્કેલી આવીને ઊભી રહી છે. અગાઉની સરકાર દ્વારા IMF પાસેથી લોન લીધી હતી.

જેની બાકીની રકમ IMFએ બાંગ્લાદેશની વચગાળાની સરકારને નહીં આપવાની જાહેરાત કરી દીધી છે. જેનાથી મહમ્મદ યૂનુસની મુશ્કેલી વધી છે. બાંગ્લાદેશની તત્કાલીન સરકારે તબક્કાવાર લોન લઈ રહ્યું છે, પરંતુ અમુક રકમની રોકી દેવાથી સરકાર પર આર્થિક સંકટ વધી શકે છે.

આપણ વાંચો: ભારતના વિરાધ છતાં IMF એ પાકિસ્તાનની લોન મંજૂર કરી…

IMFએ કેમ લીધો મોટો નિર્ણય

2022માં વૈશ્વિક આર્થિક દબાણ વચ્ચે બાંગ્લાદેશ સરકારે વૈશ્વિક દબાણને ધ્યાનમાં રાખીને IMF પાસેથી મદદ માંગી હતી. જેને લઈને જાન્યુઆરી 2023માં IMFએ બાંગ્લાદેશ સરકારને 4.7 અબજ ડૉલરની લોન મંજૂર કરી હતી. ત્યારબાદ આ લોનની રકમ વધારીને 5.5 અબજ ડૉલર કરવામાં આવી હતી.

IMF આ રકમ હપ્તે હપ્તે બાંગ્લાદેશ સરકારને આપતું હતું. અત્યાર સુધીમાં 5 હપ્તામાં IMF દ્વારા 3.6 કરોડ અબજ ડોલર આપ્યા હતા. પરંતુ હવે IMFએ બાકીની રકમનો છઠ્ઠો હપ્તો આપવાની મનાઈ કરી દીધી છે.

IMFએ જણાવ્યું છે કે, જ્યારે નવી સરકાર સાથે વાતચીત થશે અને તે વર્તમાન આર્થિક સુધાર કાર્યક્રમની ચાલુ રાખવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવશે ત્યારે જ આ હપ્તો જમા કરવામાં આવશે. આમ, IMF બાંગ્લાદેશની નવી સરકાર પાસેથી તેની નીતિઓ કઈ હશે અને તેનો હેતુ શું હશે? તથા તે આર્ખિક સુધાર કાર્યક્રમને ચાલુ રાખશે કે નહીં એ સુનિશ્ચિત કરવા માંગે છે.

IMFએ જોવા માંગે છે કે વચગાળાની સરકાર પહેલા જેવી આર્થિક નીતિઓ અને સુધારાઓને આગળ વધારવા માટે તૈયાર છે કે પછી તેમાં કોઈ ફેરફાર કરવા માંગે છે.

આપણ વાંચો: IMFની લોન બાદ પણ પાકિસ્તાન કફોડી હાલતમાં, હવે ચીન સામે હાથ ફેલાવ્યો

IMFની શરતોના પાલનમાં બાંગ્લાદેશ નિષ્ફળ

આગામી વર્ષે બાંગ્લાદેશમાં ચૂંટણી થવાની છે. એવા સમયે IMF પોતાની શરતોને લાગુ કરાવવા માટે બાંગ્લાદેશ પર દબાણ બનાવી રહી છે. ચૂંટણી પહેલા હપ્તાની રકમ રોકીને તે દુનિયાને એ જણાવવા માંગે છે કે, બાંગ્લાદેશ તેની શરતોનું પાલન કરી રહ્યું નથી.

ઉલ્લેખનીય છે કે, છઠ્ઠા હપ્તામાં બાંગ્લાદેશને લગભગ 800 મિલિયન ડૉલર એટલે કે લગભગ 6 હજાર 700 કરોડ રૂપિયા મળવાના હતા. જોકે, અગાઉ પણ IMF આવું કરી ચૂકી છે. 2001માં પણ IMFએ બાંગ્લાદેશ પર આ રીતે દબાણ કર્યું હતું. 2022માં IMFના દબાણના કારણે બાંગ્લાદેશ સરકારને ઇંધણ અને ગેસના ભાવ વધારવા પડ્યા હતા.

બાંગ્લાદેશમાં 2024માં શેખ હસીનાની સરકારના પતન પછી વચગાળાની સરકારનું નેતૃત્વ હેઠળ શાસન ચાલી રહ્યું છે, જ્યારે આગામી વર્ષે ચૂંટણી યોજવામાં આવશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button