Bangladesh માં હિંદુઓ પર થઈ રહેલા હુમલા મુદ્દે અમેરિકામાંથી પણ ઉઠયો અવાજ, કહી આ વાત
વોશિંગ્ટન :બાંગ્લાદેશમાં (Bangladesh)હિંદુઓ પર સતત થઇ રહેલા હુમલા પર ભારતના આકરા વલણ બાદ વિશ્વભરમાંથી પ્રતિક્રિયા આવી રહી છે. જેમાં બ્રિટનની સંસદ બાદ હવે અમેરીકામાંથી હિંદુઓ પરની હિંસા મુદ્દે અવાજ ઉઠયો છે. અમેરિકામાં ધાર્મિક સ્વતંત્રતા સંગઠનના (USCIRF)ભૂતપૂર્વ કમિશનર જોહની મૂરે અમેરિકન સરકાર વિરુદ્ધ નારાજગી વ્યક્તિ કરી છે. તેમણે કહ્યું કે ડોનાલ્ડ ટ્રંપ સત્તામાં આવી રહ્યા છે અને હાલાત બદલાશે.
ધાર્મિક સ્વતંત્રતા ટ્રમ્પ વહીવટીતંત્રની પ્રાથમિકતા હશે
અમેરિકાની ટોચની ધાર્મિક સ્વતંત્રતા સંસ્થા (USCIRF)ના ભૂતપૂર્વ કમિશનર જોહની મૂરે બાંગ્લાદેશમાં હિંદુઓની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, મને આશ્ચર્ય છે કે વર્તમાન બાઈડન સરકાર બાંગ્લાદેશની સ્થિતિ પર કોઈ ધ્યાન નથી આપી રહી. પરંતુ થોડા અઠવાડિયામાં સરકાર બદલાશે અને ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવશે. મને વિશ્વાસ છે કે ટ્રમ્પ અને તેમની ટીમના આગમનથી પરિસ્થિતિ બદલાઈ જશે. જેઓ અમેરિકન મૂલ્યોની તરફેણમાં છે અને ભારતને તેમનો મજબૂત સાથી માને છે. મૂરેએ કહ્યું કે દુનિયામાં એવો કોઈ પડકાર નથી જે ભારતીય અને અમેરિકન સંસ્કૃતિના નિષ્ણાતો ઉકેલી ન શકે. મૂરે કહ્યું કે ધાર્મિક સ્વતંત્રતા ટ્રમ્પ વહીવટીતંત્રની પ્રાથમિકતા હશે.
આ પણ વાંચો :બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિન્દુઓ પર હુમલો, 50 ઘાયલ
વિશ્વના મૌન પર ઉઠાવ્યા સવાલો
મૂરે બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય પર થઈ રહેલા હુમલા પર વિશ્વના ખાસ કરીને પશ્ચિમી દેશોના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે માનવાધિકાર સંગઠનો અને ધાર્મિક સંગઠનો દરેક અન્ય મુદ્દે અવાજ ઉઠાવે છે. પરંતુ જ્યારે હિંદુ સમુદાય પર અત્યાચાર થાય છે. ત્યારે કમનસીબે બહુ ઓછા લોકો તેના વિશે બોલે છે. અમે આમાં ફેરફાર કરીશું અને સમગ્ર વિશ્વને આ મુદ્દા પર ધ્યાન અપાવવાનો પ્રયાસ કરીશું.