ઢાકાની હોટલમાંથી મળી અમેરિકીન અધિકારીની લાશ! શું જાસૂસી કારણ હશે? વાંચો… | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

ઢાકાની હોટલમાંથી મળી અમેરિકીન અધિકારીની લાશ! શું જાસૂસી કારણ હશે? વાંચો…

ઢાકા, બાંગ્લાદેશઃ બાંગ્લાદેશમાં અમેરિકના એક અધિકારીની લાશ મળી આવી છે, તેને લઈને ચર્ચાનો દોર શરૂ થયો છે. ઢાકામાં 31 ઓગસ્ટે એક મોટી ઘટના ઘટી હતી. મુખ્ય વાત એ છે કે, ઢાકાની ફાઈવ સ્ટાર હોટેલમાંથી અમેરિકાની સેનાના વિશેષ દળના અધિકારી ટેરેન્સ આર્વેલ જેક્સનની લાશ મળી આવી હતી..

શું આ અધિકારીની કોઈએ હત્યા કરી હશે? જો હા તો શા માટે હત્યા કરવામાં આવી? આવા અનેક સવાલો થઈ રહ્યા છે. પ્રાથમિક તપાસ પ્રમાણે આ હત્યા નથી પરંતુ તેમનું કુદરતી રીતે મોત થયું છે. પરંતુ અમેરિકા અધિકારી પાસેથી મળી આવેલી વસ્તુઓ કોઈ અન્ય બાબત તરફ ઇશારો કરી રહી છે. આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આપણ વાંચો: આવી બાર્બરતા? બિહારમાં પગમાં મહિલાની ખિલ્લા ઠોકેલી લાશ મળી

ટેરેન્સ આર્વેલ જેક્સનની હત્યા થઈ કે પછી…?

અમેરિકી અધિકારી ટેરેન્સ આર્વેલ જેક્સનનું મોત એ બાંગ્લાદેશની રાજનીતિક હલચલ સામે ઇશારો કરે છે. ટેરેન્સ આર્વેલ જેક્સન થોડા સમય પહેલાં બાંગ્લાદેશમાં એક વ્યાવસાહીક કામ માટે આવ્યાં હતાં. જે હોટલમાં તેઓ રોકાયા હતાં. ત્યાથી જ તેમની લાશ મળી આવી છે.

શું ટેરેન્સ આર્વેલ જેક્સનનું બાંગ્લાદેશમાં કોઈ જાસૂસી કરવા માટે આવ્યાં હતા? કે પછી કોઈ અગત્યનું મિશન હશે? આવા સવાલો થઈ રહ્યાં છે પરંતુ હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ટેરેન્સ જેક્સન ચિત્તાગોંગ, કોક્સ બજાર, સિલ્હટ અને લાલમોનિરહાટની વારંવાર મુલાકાત લેતા હતા.

આપણ વાંચો: સ્ટ્રેલિયામાં ભારતીય મહિલાની હત્યા; કચરાના ઢગલામાંથી મળી આવી લાશ

હોટલમાંથી અનેક સંવેદનશીલ જાણકારી પણ મળી આવીઃ સૂત્રો

મહત્વની વાત એ છે કે, આ જિલ્લાઓ બળવાખોર કોરિડોર અને સરહદ પારના દાણચોરીના માર્ગોની નજીક આવેલા છે. જે રૂમમાં જેક્સનની લાશ મળી આવી તે હોટલમાંથી અનેક સંવેદનશીલ જાણકારી પણ મળી આવી છે. સૂત્રોનું કહેવું છે કે, આ માહિતી પર એવું લાગે છે કે, એક્શન બાંગ્લાદેશમાં કોઈ ખુફિયા કામ માટે આવેલા હતાં.

આવી રીતે હોટલમાં તેમની લાશ મળી આવવી એ તો નાની વાત નથી. અમેરિકા બાંગ્લાદેશમાં કઈ બાબત માટે જાસૂસી કરાવી રહ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જ્યારે પણ કોઈ જાસૂસ પકડકાય અથવા તેનું મોત થયા તો તેની સાથે સંકળાયેલો જે તે દેશ ચોખ્ખા શબ્દોમાં કહી દે છે તેને આ વ્યક્તિ સાથે કોઈ લેવા દેવા નથી. હવે આ કેસમાં કઈ દિશામાં તપાસ કરવામાં આવે છે અને શું હકીકત પ્રકાશમાં આવે છે તે જોવું રહ્યું?

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button