ઇન્ટરનેશનલ

બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર ‘અત્યાચાર’: ગબાર્ડના આરોપોને યુનુસ સરકારે ફગાવીને કર્યો લૂલો બચાવ

ઢાકાઃ બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન પછી અરાજકતાના માહોલનું નિર્માણ થયું હતું. લઘુમતીઓ પર અનેક હુમલાઓ અને તેમના ધાર્મિક સ્થળોની તોડફોડના અનેક કિસ્સાઓ છતાં, સરકાર દ્વારા આરોપીઓ વિરુદ્ધ કોઈ નક્કર કાર્યવાહી થઇ નથી. અમેરિકામાં સરકાર બદલાયા પછી હવે આ મુદ્દે ચિંતાનો સૂર વ્યક્ત કરાયો છે. એક ભારતીય ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં તુલસી ગબાર્ડે કહ્યું કે “હિંદુ, બૌદ્ધ, ઈસાઈ અને અન્ય ધાર્મિક લઘુમતીઓ લાંબા સમયથી અત્યાચાર, હત્યા અને દુર્વ્યવહારનો સામનો કરી રહ્યા છે.

આ અમેરિકી સરકાર અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર માટે મોટી ચિંતાનો વિષય છે.” જો કે, બાંગ્લાદેશની વચગાળાની સરકારે અલ્પસંખ્યક સમુદાયો પર કથિત અત્યાચાર અંગે યુએસ નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડ દ્વારા આપવામાં આવેલી ટિપ્પણીને નકારી કાઢી છે.

આ પણ વાંચો: બાંગ્લાદેશને વિદેશ પ્રધાન એસ. જયશંકરે સ્પષ્ટ કહ્યું, નક્કી કરો સંબંધો કેવા ઈચ્છો છો?

સરકારનું કહેવું છે કે આ નિવેદન “કોઈપણ પુરાવા કે નક્કર આરોપો વિના” આપવામાં આવ્યું છે. એક નિવેદનમાં, બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર, પ્રોફેસર મુહમ્મદ યુનુસના કાર્યાલયે જણાવ્યું હતું કે ગબાર્ડની ટિપ્પણીઓ “સમગ્ર દેશની છબિને ખરાબ કરી રહી છે.”

ગબાર્ડે આક્ષેપ કર્યો હતો કે બાંગ્લાદેશમાં ધાર્મિક લઘુમતીઓ પરના હુમલા અને ઇસ્લામિક આતંકવાદીઓની ધમકીઓ “ખિલાફત શાસન”ની વિચારધારા સાથે જોડાયેલી છે. તેમણે કહ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને બાંગ્લાદેશની વચગાળાની સરકાર વચ્ચે આ મુદ્દે વાતચીત શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચો: લઘુમતીઓ પર હુમલા અંગે ‘બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ’ના પ્રમુખે આપ્યું શરમજનક નિવેદન, અતિશયોક્તિપૂર્ણ રજૂ કર્યાં

બાંગ્લાદેશ સરકારે સ્પષ્ટતા કરી કે તે કોઈ પણ પ્રકારના “ઇસ્લામિક ખિલાફત” સંબંધિત દાવાઓની નિંદા કરે છે. મુખ્ય સલાહકારના કાર્યાલયે કહ્યું હતું કે રાજકીય નેતાઓ અને જાહેર વ્યક્તિઓના નિવેદનો તથ્યો પર આધારિત હોવા જોઈએ.

બાંગ્લાદેશે કાયદાના અમલીકરણ, સામાજિક સુધારણા અને આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા આતંકવાદ અને ઉગ્રવાદનો સામનો કરવા માટે નક્કર પ્રયાસો કર્યા છે. બાંગ્લાદેશની વચગાળાની સરકાર આતંકવાદ અને ઉગ્રવાદ સામે વૈશ્વિક સહયોગમાં વિશ્વાસ રાખે છે અને તમામ દેશોની સાર્વભૌમત્વ અને સુરક્ષાના આદર પર આધારિત રચનાત્મક વાતચીત માટે પ્રતિબદ્ધ છે.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button