ઇન્ટરનેશનલનેશનલ

શેખ હસીનાએ જેમને દેશ બહાર કાઢ્યા હતા તે લેખિકા તસ્લીમા નસરીને કાઢ્યો બળાપો

નવી દિલ્હીઃ ઈસ્લામીક કટ્ટરવાદની ટીકા કરતા પુસ્તક લજ્જાના લેખિકા તસ્લીમા નસરીને બાંગ્લાદેશની રાજકીય હાલત શેખ હસીના વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી છે.

તસ્લીમા નસરીને સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હસીનાએ રાજીનામું આપીને દેશ છોડવો પડ્યો, તે પોતાની પરિસ્થિતિ માટે પોતે જ જવાબદાર છે. તેણે ઈસ્લામિક કટ્ટરપંથીઓને ખીલવા દીધા, તેણે પોતાના લોકોને ભ્રષ્ટાચારમાં સામેલ થવા દીધા.

બાંગ્લાદેશમાં ચાલી રહેલા હિંસક દેખાવો વચ્ચે બાંગ્લાદેશી લેખિકા અને કાર્યકર્તા તસ્લીમા નસરીને પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની નીતિઓની ટીકા કરી છે. તેણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં શેખ હસીના અને વિરોધીઓનો ઉલ્લેખ કર્યો છે. તસ્લીમા નસરીને કહ્યું, ઈસ્લામિક કટ્ટરપંથીઓને ખુશ કરવા હસીનાએ મને 1999માં મારા દેશમાંથી કાઢી મૂકી હતી. તે સમયે હું મારી માતાને મૃત્યુશય્યા પર જોવા માટે બાંગ્લાદેશમાં દાખલ થઈ હતી અને મને ફરી ક્યારેય દેશમાં પ્રવેશવા દેવામા આવી ન હતી. એ જ ઈસ્લામિક કટ્ટરપંથીઓ તેમની આ સ્થિતિ માટે જવાબદાર છે. વિદ્યાર્થી આંદોલન, જેણે હસીનાને દેશ છોડવા માટે મજબૂર કરી.

તસ્લીમા નસરીન પર બાંગ્લાદેશમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, ત્યારબાદ તે ભારત આવીને રહેવા લાગી હતી.
તેમણે વધુમાં કહ્યું કે હવે બાંગ્લાદેશ પાકિસ્તાન જેવું ન બને. સેનાએ શાસન ન કરવું જોઈએ. રાજકીય પક્ષોએ લોકશાહી અને બિનસાંપ્રદાયિકતા લાવવી જોઈએ.

બાંગ્લાદેશમાં હજુપણ સ્થિતિ સ્ફોટક છે અને શેખ હસીના ક્યાં જવાના છે તે અંગે અટકળો ચાલી રહી છે. યુકે સરકાર તેમને પનાહ ન આપે તેવી ખબરો પણ ચાલી રહી છે. ભારતે શેખ હસીના માટે મદદના હાથ લંબાવ્યા છે. આ સમગ્ર ઘટનાના ઘણા વૈશ્વિક આયામો છે અને તેના રાજકીય પરિણામો વિશે વિચારીને જ સરકારે આગળની નીતિ બનાવી પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button