વાયરલ વીડિયોઃ બાંગ્લાદેશમાં ખ્રિસ્તી યુવતી પર અત્યાચાર, જુઓ ટોળું ભાન ભૂલ્યું

ઢાકા: બાંગ્લાદેશમાં જ્યારથી શેખ હસીનાની સરકારનું પતન થયું છે ત્યારથી દેશની લઘુમતી કોમ પરના અત્યાચારમાં વધારો થયો છે. પાટનગરના કોક્સ બજાર બીચ પર ધાર્મિક કટ્ટરતાની શરમજનક ઘટના જોવા મળી છે.
વાયરલ વીડિયોમાં મુસ્લિમ સમુદાયના ટોળા દ્વારા એક ખ્રિસ્તી ધર્મની યુવતીને જાહેરમાં લાકડીઓથી માર મારવામાં આવી હતી. એટલું જ નહીં, તેને અપમાનિત કરવાનો વીડિયો વાયરલ થયા પછી સોશિયલ મીડિયા પર પણ લોકોમાં યુવાનો પ્રત્યે નારાજગી ફેલાઈ હતી.
આપણ વાચો: ‘સંસ્કારી નગરી’માં શરમજનક ઘટના! પરીક્ષા ખંડમાંથી વિદ્યાર્થી-વિદ્યાર્થિનીનો વાંધાજનક વીડિયો વાયરલ
મુસ્લિમ યુવકોએ યુવતી પર હુમલો કર્યો
આંતરરાષ્ટ્રીય મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ, ચિત્તાગોંગ હિલ ટ્રેક્ટ્સ પ્રદેશની 28 વર્ષીય ખ્રિસ્તી યુવતી તેની નાની બહેન સાથે કોક્સબજારના બીચ પર ચાલી રહી હતી. યુવતી છેલ્લી હિન્દુ-ખ્રિસ્તી વસાહતની હતી, જ્યાં મહિલાઓ મુક્તપણે રહે છે, પરંતુ કોક્સ બજારમાં તે ધાર્મિક કટ્ટરપંથીઓના ક્રોસફાયરમાં ફસાઈ ગઈ હતી.
મારપીટ કરીને કાફિર કહીને અપમાનિત કરી
બીચ પર આરામ કરી રહેલી યુવતીને જોઈને એક મુસ્લિમ યુવકે બૂમ પાડીને કહ્યું કે, “અલ્લાના નામે આ યુવતી હિજાબ વગર ફરે છે! શરમજનક!” ત્યાર પછી અન્ય યુવાનો એકઠા થયા અને “અલ્લાહુ અકબર!”ના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. આ જોઈને મુસ્લિમ યુવાનોના ટોળાએ તેના પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ યુવતીના વાળ ખેંચ્યા, તેને થપ્પડ મારી અને “કાફિર!” કહીને અપમાનિત કરી.
આપણ વાચો: અમરેલીની સ્કૂલમાં શરમજનક ઘટના: શિક્ષકો ગેરહાજર રહેતા ગામવાસીઓએ ફરકાવ્યો તિરંગો!
હિજાબ પહેરો નહીં તો જાહન્નમ જાઓ!
એક હુમલાખોરે બૂમ પાડીને કહ્યું કે, “હિજાબ પહેરો નહીંતર મરી જાઓ!” યુવતીએ રડતા રડતા પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો અને ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને લાત પણ મારવામાં આવી, જેના કારણે તેનો ચહેરો લોહીથી લથપથ થઈ ગયો. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવાન યુવતીને જાડી લાકડીથી યુવતીને ત્રાસ આપતો અને માર મારતો જોવા મળે છે. આ ઉપરાંત યુવતીને કાન પકડીને બેસવા માટે મજબૂર કરવામાં આવી હતી.
ખ્રિસ્તી યુવતીનું અપમાન ટોળું જોતું રહ્યું
યુવતીએ રડતા રડતા ભીડને વિનંતી કરી, “હું ખ્રિસ્તી છું, મારી પરંપરા અલગ છે. કૃપા કરીને…” પરંતુ ટોળાએ તેની વાત સાંભળી નહીં. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટનાને સેંકડો લોકોનું ટોળું માત્ર દર્શક બનીને જોઈ રહ્યું હતું. ભયના કારણે પ્રવાસીઓ દૂર ઊભા રહ્યા અને કોઈએ મદદ કરી નહોતી. સ્થાનિક પોલીસ પણ ક્યાંય જોવા મળી નહોતી.



