ઇન્ટરનેશનલનેશનલ

Bangladesh માં શેખ હસીના સહિત 12 લોકો વિરુદ્ધ ધરપકડ વોરંટ, મૂકવામાં આવ્યા આ આરોપ

ઢાકા: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની ભારત પાસે પ્રત્યાપર્ણની માંગ વચ્ચે બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલ (ICT)એ સોમવારે શેખ હસીના અને અન્ય 11 વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે.

ક્રિમિનલ ટ્રિબ્યુનલે ભૂતપૂર્વ આર્મી જનરલ અને ભૂતપૂર્વ પોલીસ વડાને વોરંટ ઇસ્યુ કર્યું છે. આ લોકો પર ગુમ થવાના બનાવોમાં તેમની કથિત ભૂમિકા માટે કાર્યવાહી કરવામાં આવી છે. આઈસીટી દ્વારા હસીના વિરુદ્ધ આ બીજું ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે.

12 ફેબ્રુઆરીએ ટ્રિબ્યુનલ સમક્ષ રજૂ કરવાનો આદેશ

બાંગ્લાદેશના ગત વર્ષે ઓગસ્ટમાં સરકાર વિરોધી દેખાવો અને અવામી લીગ સરકારના પતન પછી હસીનાએ ભારતમાં આશરો લીધો હતો. ટ્રિબ્યુનલે હસીના સામે અત્યાર સુધીમાં ત્રણ કેસ નોંધ્યા છે.

આપણ વાંચો: Bangaladesh માં શેખ હસીના પર લાગ્યો લોકોને જબરજસ્તી ગાયબ કરવાનો આરોપ, જાણો સમગ્ર મામલો…

ICT અધિકારીએ જણાવ્યું હતું કે, “ટ્રિબ્યુનલના અધ્યક્ષ જસ્ટિસ મોહમ્મદ ગુલામ મુર્તુઝા મજુમદારે ફરિયાદ પક્ષની અરજી સાંભળ્યા પછી ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું હતું. જેમાં પોલીસ મહાનિરીક્ષકને હસીના સહિત 12 લોકોની ધરપકડ કરવા અને 12 ફેબ્રુઆરીએ ટ્રિબ્યુનલ સમક્ષ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં ઉચાપતનો આક્ષેપ

તાજેતરમાં બાંગ્લાદેશમાં ભ્રષ્ટાચાર વિરોધી સમિતિએ રૂપપુર ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં યુએસ 5 બિલિયન ડોલરની ઉચાપતના આરોપોના સંબંધમાં ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના અને તેમના પરિવાર સામે તપાસ શરૂ કરી છે.

ભારતીય કંપનીઓ બાંગ્લાદેશમાં રૂપપુર ન્યુક્લિયર પાવર પ્લાન્ટના નિર્માણમાં સામેલ છે. તેનું નિર્માણ રશિયન સરકારી કંપની રોસોટોમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી પશ્ચિમમાં 160 કિલોમીટર દૂર રૂપપુર ખાતે રશિયા દ્વારા ડિઝાઇન કરાયેલ પ્રથમ બાંગ્લાદેશી પરમાણુ પાવર પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે.

આપણ વાંચો: ‘મોહમ્મદ યુનુસ નરસંહાર કરી રહ્યા છે’ શેખ હસીનાએ હિંદુઓ પર હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો વણસ્યા

આ દરમિયાન હસીનાને સત્તા પરથી હટાવ્યા બાદ અને મોહમ્મદ યુનુસ દેશના મુખ્ય સલાહકાર બન્યા છે. તેમજ બાંગ્લાદેશમાં હિંદુઓ પર સતત થઈ રહેલા હુમલાના પગલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો વણસ્યા છે.

તેમજ બાંગ્લાદેશની વચગાળાની સરકારે લોકોને હસીનાના પ્રત્યાર્પણનું વચન આપ્યું છે અને આ બાબતે ભારતને અપીલ પણ કરી છે. શેખ હસીના ઓગસ્ટ-2024થી ભારતમાં સુરક્ષિત આશરો લઈ રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button