ઇન્ટરનેશનલ

ચીન શું છુપાવી રહ્યું છે? બેંગકોકમાં ધરાશાયી થયેલી બિલ્ડીંગમાંથી ડોક્યુમેન્ટ્સ ચોરાયા

બેંગકોક: ગત શુક્રવારે મ્યાનમારમાં આવેલા ભૂકંપે મ્યાનમાર ઉપરાંત થાઈલેન્ડમાં ભારે તારાજી (Myanmar earthquake) સર્જી છે. ભૂકંપને કારણે થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં એક 33 માળની નિર્માણાધીન બિલ્ડીંગ ધરાશાયી થઇ ગઈ હતી. આ બિલ્ડીંગના કન્સ્ટ્રકશનની જવાબદારી ચીનની એક સરકારી કંપનીને સોંપવામાં આવી હતી. ચીનની કંપનીએ વાપરેલા કન્સ્ટ્રકશન મટીરીયલ સામે સવાલો ઉભા થયા છે. એવામાં ચાર ચીની નાગરિકોએ સ્થળ પરથી સંવેદનશીલ દસ્તાવેજો ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના બદલ તેમની અટકાયત કરવામાં (Building Collapse in Bangkok) આવી છે.

નોંધનીય છે કે બેંગકોકમાં ઘણી હાઈરાઈઝ બિલ્ડીંગ આવેલી છે, પરંતુ શહેરમાં આ એક માત્ર હાઈરાઈઝ બિલ્ડીંગ ધરાશાયી થઇ હતી. જેના કારણે ચીન કન્સ્ટ્રકશન કંપની સામે તપાસ શરુ કરવામાં આવી છે.

બેંગકોકના પોલીસ અધિકારીએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે ચાર ચીની નાગરિકોને સ્ટેટ ઓડિટ ઓફિસ (SAO) ની ધસી પડેલી બિલ્ડીંગ પાસેથી ડોકયુમેન્ટ્સની 32 ફાઇલો ચોરી કરવા બદલ પકડવામાં આવ્યા છે.

બેંગકોક પ્રશાસને સાઈટને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કર્યો છે, જ્યાં કોઈને પણ પરવાનગી વગર પ્રવેશવાની મનાઈ છે. જોકે, પોલીસને માહિતી મળી હતી કે કેટલાક શખ્સો સાઈટ પરથી ડોક્યુમેન્ટ્સ ચોરી રહ્યા છે. પોલીસ તપાસ દરમિયાન, એવું જાણવા મળ્યું કે એક શખ્સ પાસે માન્ય વર્ક પરમિટ હતી અને તે બિલ્ડિંગ કન્સ્ટ્રકશન પ્રોજેક્ટ મેનેજર છે.

બાદમાં ત્રણ અન્ય શખ્સોની અટકાયત કરવામાં આવી, અને ચોરાયેલા ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા, જેમાં બ્લુપ્રિન્ટ્સ અને બિલ્ડિંગના બાંધકામ સંબંધિત અન્ય વિવિધ કાગળોનો સમાવેશ થાય છે. દરમિયાન, અટકાયત કરાયેલા શખ્સોએ અધિકારીઓને જણાવ્યું કે તેઓ પ્રોજેક્ટમાં સામેલ બાંધકામ પેઢી માટે કામ કરતા પેટા કોન્ટ્રાક્ટર છે. તેમના નિવેદનો અનુસાર, કલેઈમ પાસ કરવા માટે ફાઇલો મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો : Thailand earthquake: 33 માળની ઈમારત ધરાશાયી થવા સાથે ચીનનું શું કનેક્શન છે? થાઈલેન્ડ સરકારે તપાસ શરુ કરી…

બાદમાં પોલીસે ચારેયને છોડી દીધા હતા પરંતુ તેમના પર પ્રતિબંધિત ક્ષેત્રમાં પ્રવેશ કરીને સંવેદનશીલ દસ્તાવેજો ચોરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button