હિંદુ પરના હુમલાઓ બાદ પ્રથમ વાર આવી Bangladesh ની પ્રતિક્રિયા, કહી આ વાત
ઢાકા: બાંગ્લાદેશમાં(Bangladesh)સતત અશાંતિ અને હિંદુઓ પર હુમલા મુદ્દે યુનુસ સરકારનું નિવેદન આવ્યું છે. જેમાં મોહમ્મદ યુનુસના મુખ્ય સલાહકાર અને પ્રેસ સચિવ શફીકુલ આલમે નિવેદન આપ્યું છે. શફીકુલે સૌપ્રથમ શેખ હસીના પર પ્રહાર કરતા કહ્યું, શેખ હસીના સામૂહિક ખૂની છે. તેમણે સૌથી ક્રૂર સરમુખત્યારશાહી ચલાવી છે.
બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવશે
શફીકુલ આલમે કહ્યું કે અમને એ જાણીને આઘાત લાગ્યો છે કે તેમને હજુ પણ તેમના નિવાસ સ્થાનેથી મીડિયા સાથે વાત કરવાની મંજૂરી છે. ભારતીય વિદેશ સચિવની બાંગ્લાદેશની મુલાકાત અંગે તેઓ કહે છે, અમે પરસ્પર હિતના મુદ્દાઓની ચર્ચા માટે તેમની રાહ જોઈ રહ્યા છીએ. અમને આશા છે કે આ બેઠક બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવશે.
બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા હુમલા અંગે મૌન
તેમણે કહ્યું કે ભારત સાથે અમારા સંબંધો સારા છે અને બંને દેશો સંબંધોને વધુ ગાઢ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મને આશા છે કે આગામી મહિનાઓમાં અમારા સંબંધો વધુ સુધરશે.
આપણ વાંચો: પ્રાસંગિક: કેમ વધી રહ્યા છે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હિંસક હુમલા ?
બાંગ્લાદેશમાં ઇસ્કોનના પૂજારી ચિન્મય દાસની ધરપકડ બાદ ઈસ્કોન મંદિર પર પ્રતિબંધના પ્રશ્ન પર તેમણે કહ્યું કે અમે વારંવાર કહ્યું છે કે ઈસ્કોન પર પ્રતિબંધ મૂકવાની અમારી કોઈ યોજના નથી. અમે એવું કંઈ કરવાના નથી. જોકે, તેમણે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા હુમલા અંગે મૌન જાળવી રાખ્યું હતું.
બાંગ્લાદેશે ભારત પાસેથી આ માંગણી કરી હતી
બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સહાયકે બુધવારે જણાવ્યું હતું કે ભારતે દ્વિપક્ષીય સંબંધોને નવી શરૂઆત આપવા માટે દેશમાં જુલાઈ-ઓગસ્ટના બળવાને સ્પષ્ટપણે માન્યતા આપવી જોઈએ.
વચગાળાની સરકારમાં ડી ફેક્ટો મિનિસ્ટરનો દરજ્જો ધરાવતા મહફૂઝ આલમે એક ફેસબુક પોસ્ટમાં નોંધ્યું છે કે ભારત સરકારે બળવાને ઉગ્રવાદીઓ, હિંદુ વિરોધી અને ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા સત્તા પર કબજો તરીકે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.
આપણ વાંચો: બાંગ્લાદેશમાં હિંદુઓને જાનનો ખતરો, ઇસ્કોને આપી આવી સલાહ
બંને દેશો વચ્ચેના સંબંધો માટે હાનિકારક હશે
આલમે ભારતને વર્ષ 1975 પછીની તેની વ્યૂહરચના બદલવા અને બાંગ્લાદેશની નવી વાસ્તવિકતાઓને સમજવા પણ કહ્યું. આલમ બાંગ્લાદેશના “એન્ટી ડિસ્ક્રિમિનેશન સ્ટુડન્ટ્સ મૂવમેન્ટ ના અગ્રણી નેતા છે.
આલમે લખ્યું આ પહેલી વસ્તુ છે જેનાથી શરૂઆત કરવી જોઈએ. જુલાઈના બળવાને અવગણીને નવા બાંગ્લાદેશનો પાયો નાખવો એ બંને દેશો વચ્ચેના સંબંધો માટે હાનિકારક હશે.
આલમે લખ્યું કે બંગાળના આ ભાગમાં રહેતા ભારતીય પ્રેમીઓએ વિચારી રહ્યા હતા કે વસ્તુઓ શાંત થઈ જશે અને તેઓને જુલાઈ બળવો અને ફાંસીવાદીઓના અત્યાચારોથી કોઈ નુકસાન થશે નહીં.