Baltimore Bridge Collapse: શિપ પર ભારતીય ક્રૂની મજાક ઉડાવતા ‘વંસવાદી’ કાર્ટૂનને કારણે વિવાદ, જાણો શું છે મુદ્દો
બાલ્ટીમોર: અમેરિકાના બાલ્ટીમોર શહેર(Baltimore)માં પેટેપ્સકો(Patapsco) પર આવેલા ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ(Francis Scott Key Bridge) સાથે અનિયંત્રિત થયેલું કાર્ગો જહાજ અથડાતાં પુલ તૂટી પડ્યો હતો, આ અકસ્માતમાં છ લોકોના મોત થયાના અહેવાલ છે. અકસ્માતગ્રસ્ત કાર્ગો જહાજના 22 ક્રૂ મેમ્બર્સ ભારતીયો હતા, યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેન સહિત ઘણા આગેવાનો જહાજ પરના ભારતીય ક્રૂની પ્રશંસા કરી રહ્યા છે, ત્યારે આ ઘટનાને અંગે એક વેબકોમિકે ભારતીયો માટે અપમાનજનક વંસવાદી કાર્ટૂન પ્રકશિત કરતા વિવાદ ઉભો થયો છે.
બાલ્ટીમોર પોર્ટ પરથી રવાન થયેલા સિંગાપોર-ધ્વજવાળા કન્ટેનર જહાજ ડાલીએ કોઈ કારણોસર પાવર ગુમાવ્યો હતો અને પુલના કોંક્રિટ પિયર સાથે અથડાયું હતું. જેના કારણે સેકન્ડોમાં લગભગ આખો પુલ તૂટી પડ્યો હતો. પુલની સાથે સાથે તેની ઉપર જઈ રહેલા કેટલાક વાહનો પણ નદીમાં ખાબકયા હતા.
અમેરિકન રાષ્ટ્રપતિ બાઈડેને જહાજના ભારતીય ક્રૂ મેમ્બર્સની પ્રશંસા કરી હતી. ક્રૂ મેમ્બર્સે સમયસર આપેલા મેડે કોલ(May day call)ને કારણે શહેર પ્રશાસને તુરંત પુલ પર ટ્રાફિક બંધ કરી દીધો હતો, જેના કારણે ઘણા જીવ બચી ગયા હતા.
Also Read:
https://bombaysamachar.com/international/biden-statement-baltimore-bridge-collapse/
આ ઘટનાના એક દિવસ પછી, યુએસની વેબકોમિકે આ ઘટનાને દર્શાવતું કાર્ટૂન શેર કર્યું હતું. શેર કરાયેલા એનિમેટેડ વિડિયોમાં દેખાડવામાં આવ્યું છે કે માત્ર લંગોટી પહેરેલા માણસો દુર્ઘટની ક્ષણે ગભરાઈ ને જોઈ રહ્યા છે. આ વિડીયો ડાલી જહાજ પરના ભારતીય ક્રૂ મેમેબર્સની મજાક ઉડાવવા બનાવવામાં આવ્યું હોય એવું સ્પષ્ટ જણાય છે.
ફોક્સફોર્ડ કોમિક્સે X પર શેર કરેલા વિડીયોના કેપ્શનમાં લખ્યું કે, “દદુર્ઘટના પહેલાં ડાલી જહાજની અંદરનું રેકોર્ડિંગ.” આ વિડીયોમાં ક્રૂ મેમ્બર્સ અંગ્રેજીમાં શપથ લેતા હોવાનું સાંભળવા મળે છે, જેમાં તેમની ભાષા ભારતીય ઉચ્ચાર સાથેની છે. આ ગ્રાફિક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. તેને 4.2 મિલિયન વ્યુઝ અને 2 હજારથી વધુ કમેન્ટ્સ મળી છે.
Last known recording from inside the Dali moments before impact pic.twitter.com/Z1vkc828TY
— Foxford Comics (@FoxfordComics) March 26, 2024
આ કાર્ટૂન વિડીયોમાં ભારતીયોના અપમાનિતજનક નિરૂપણ માટે વેબ કોમિક્સની ટીકા કરવામાં આવી રહી છે.
કાર્ટૂન શેર કરતાં, ભારતીય અર્થશાસ્ત્રી સંજીવ સાન્યાલે લખ્યું કે ઘટના સમયે સ્થાનિક પાઇલટ દ્વારા જહાજનું સંચાલન કરવામાં આવી રહ્યું હતું. તેમણે લખ્યું કે “જહાજ પુલ સાથે અથડાયું તે સમયે, તેમાં સ્થાનિક પાયલટહતો. આ સંજોગોમાં ક્રૂએ અધિકારીઓને અલર્ટ આપ્યું હતું, જેના કારણે જાનહાનિ પ્રમાણમાં ઓછી થઇ હતી. મેયરે હકીકતમાં તેમનો આભાર માન્યો હતો.”
અન્ય એક એક્સ યુઝરે લખું કે “આ શરમજનક છે,આ લોકો દુ:ખદ ઘટના માટે ભારતીય ક્રૂની મજાક ઉડાવી રહ્યા છે. દરમિયાન ગવર્નરે પોતે ક્રૂની પ્રશંસા કરી.”
યુએસ ટ્રાન્સપોર્ટેશન સેક્રેટરી પીટ બટિગીગના જણાવ્યા અનુસાર, બ્રિજ તૂટી પડવાથી યુએસ અર્થતંત્ર પર મોટી અસર થવાની ધારણા છે કારણ કે બાલ્ટીમોર દેશનું સૌથી મોટા બંદરમાનું એક છે, જ્યાંથી કાર અને હેવી ફાર્મ જેવા સાધનોની આયાત નિકાસ થાય છે. લગભગ $100 થી $200 મિલિયનનું મૂલ્યનો સમાન દરરોજ બંદર દ્વારા આવે છે.