ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

બલુચિસ્તાનમાં ફરી હુમલો, IED બ્લાસ્ટમાં 10 પાકિસ્તાની સૈનિકોનાં મોત

લાહોરઃ બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેના ઉપર મોટો હુમલો થયો હતો. બલૂચ લિબરેશન આર્મીએ ક્વેટા નજીક માર્ગટ વિસ્તારમાં પાકિસ્તાની સેના પર હુમલો કરીને 10 સૈનિકોને ઠાર કર્યાનો દાવો કર્યો હતો. આ હુમલો રિમોટ કંટ્રોલ ઈમ્પ્રોવાઇઝ એક્સપ્લોસિવ ડિવાઈસ દ્વારા કર્યો, જેમાં સેનાના વાહનો તબાહ થયા હતા.

આ વિસ્તાર લાંબા સમયથી બલૂચ વિદ્રોહીઓની ગતિવિધિનું કેન્દ્ર રહ્યું છે. હુમલાને લઈ પાકિસ્તાની સેના તરફથી હાલ કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. બલૂચ લિબરેશન આર્મી છેલ્લા થોડા સમયથી બલૂચિસ્તાનની આઝાદીની માંગને લઈ સંઘર્ષ કરી રહી છે.

શુક્વારે મોડી રાત્રે જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, જે વાહનને ટાર્ગેટ કરવામાં આવ્યું તે આ હુમલામાં સંપૂર્ણ રીતે નાશ થઈ ગયું છે. આ હુમલામાં પાકિસ્તાનના 10 સૈનિકોનું મોત થયું હતું. બલૂચ લિબરેશન આર્મીએ એક વીડિયો જાહેર કર્યું, જેમાં વિસ્ફોટ અને તે બાદની હાલતના ફૂટેજ છે.

આ પહેલા 11 માર્ચે ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસને બીએલએ વિદ્રોહીએ હાઈજેક કરી હતી. આ ટ્રેનને બપોરે 1.30 કલાકે સિબ્બી પહોંચવાનું હતું. પરંતુ બોલાનના માશફાફ ટનલમાં હુમલો થયો. આ હુમલાને બીએલએ પ્લાનિંગ સાથે અંજામ આપ્યો હતો.

આ પણ વાંચો…પાકિસ્તાનમાં ભયાનક અકસ્માત: વાન ખીણમાં પડતા 16નાં મોત, 30 ઇજાગ્રસ્ત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button