Viral Video: કઝાકિસ્તાનમાં પ્લેન ક્રેશ પછીના દ્રશ્યો હતા બિહામણા, પ્લેનના બે ટુકડા અને મૃતદેહોના ઢગલા… | મુંબઈ સમાચાર

Viral Video: કઝાકિસ્તાનમાં પ્લેન ક્રેશ પછીના દ્રશ્યો હતા બિહામણા, પ્લેનના બે ટુકડા અને મૃતદેહોના ઢગલા…

કઝાકિસ્તાન: કઝાકિસ્તાનમાં થયેલી પ્લેન દુર્ઘટનાના અત્યાર સુધીમાં અનેક વીડિયો સામે આવ્યા છે. અઝરબૈજાન એરલાઇન્સનું પ્લેન બાકુથી રશિયાના ચેચન્યા જતું હતું ત્યારે એક પક્ષી પ્લેન સાથે અથડાયું હતું. જે બાદ સમગ્ર ઘટના બની હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે વીમાન રન વે પર જઈને જમીન સાથે અથડાઇને આગ લાગી જાય છે. રેસક્યૂ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને ઘાયલ મુસાફરો તથા મૃતકોને વિમાનોમાંથી બહાર કાઢ્યા હતા.

આ પણ વાંચો: Horrific Video: કઝાકિસ્તાનમાં પ્લેન ક્રેશમાં 40થી વધુ પ્રવાસીનાં મોત, પાઈલટે શા માટે કરી ઈમર્જન્સી લેન્ડિંગની રિક્વેસ્ટ

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, વિમાન રન વે સાથે ટકરાયા બાદ બે ટુકડા થઈ ગયા હતા. ઘટના સ્થળના વાઇરલ થયેલા વીડિયો મુજબ, રેસક્ય્ ટીમ લોકને વિમાનના કાટમાળમાથી ઇજાગ્રસ્ત મુસાફરો તથા મૃતકોને બહાર કાઢ્યા હતા. દુર્ઘટના બાદ દૂર દૂર સુધી મુસાફરોના મૃતદેહો પડ્યા હતા. ઇજાગ્રસ્તો મદદ કરવાનું કહેતા હતા.

વીડિયોમાં જોઇ શકાય છે કે વિમાન આગનો ગોળો બની ગયું હતું અને થોડી જ વારમાં 42 લોકોના મૃત્યુ થયા હતા. અઝરબૈજાન એરલાઇન્સનની ફ્લાઇટ એમ્બ્રેયર E190AR એ બાકુ એરપોર્ટ પરથી સ્થાનિક સમય પ્રમાણે 6.28 કલાકે ઉડાન ભરી હતી અને 57 મિનિટની ઉડાન બાદ ચેચન્યાના ગ્રોન્ઝી એરપોર્ટ પર ઉતરવાનું હતું. પરંતુ ઉડાન ભર્યાના થોડી વારમાં જ પક્ષી ટકરાયું હતું. જે બાદ વિમાન 2.23 કલાક સુધી હવામાં ચક્કર માર્યા હતા. ફ્લાઇટ ટ્રેકિંગ સાઇટ ફ્લાઇટરડાર 24 મુજબ પાયલટે એક કલાક સુધી વિમાનને ઊંચાઈ પર લઈ જવાની કોશિશ કરી હતી.

આ પણ વાંચો: Video: કઝાકિસ્તાનમાં પેસેન્જર પ્લેન ક્રેશ, મોટી સંખ્યામાં જાનહાનીની શક્યતા…

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે વિમાન હવામાં ક્યારેક ઉપર, ક્યારેક નીચે જાય છે. ફ્લાઇટ ટ્રેકિંગ સાઇટે ઉડાનનો મેપ પણ જાહેર કર્યો છે. જેમાં જોઇ શકાય છે કે તે નિયંત્રણ ગુમાવી રહ્યું હતું. 74 મિનિટ સુધી વિમાન ઉપર-નીચે જતું હતું.

એવિએશન ડિપાર્ટમેન્ટનું માનવું છે કે પાયલટે વિમાનનું લેન્ડિંગ કરાવવાની કોશિશ કરી હતી. પરંતુ સફળતા મળી નહોતી. જોકે જીપીએસ જામ કરવામાં આવ્યું હોવાની વાત સામે આવી રહી છે. ફ્લાઇટરડાર24 મુજબ ગ્રોઝ્ની પાસે જીપીએસ જામ અને સ્પૂફિંગનો સામનો કરી રહ્યું છે.

વિમાનમાં 67 મુસાફરો સવાર હતા. જેમાં 42 મુસાફરોના મોત થયા હતા. જેમાંથી 25નો બચાવ થયો હતો. મૃતકોમાં 37 અઝરબૈજાની નાગરિક, 16 રશિયન નાગરિક, 6 કઝાક નાગરિક અને 3 કિર્ગિઝ નાગરિક છે. વિમાનમાં પાંચ ક્રૂ મેમ્બર હતા, જેમનું મોત થયું છે, જેમાં બે પાયલટ પણ સામેલ છે.

સંબંધિત લેખો

Back to top button