ઇન્ટરનેશનલ

ઓસ્ટ્રેલિયામાં એન્થોની અલ્બેનીઝ ફરી બન્યા વડાપ્રધાન, 21 વર્ષમાં સતત બીજી વખત જીતનો રેકોર્ડ…

કૅનબેરા: ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી ચૂંટણીઓમાં એન્થોની અલ્બેનીઝના નેતૃત્વવાળી લેબર પાર્ટીએ ફરી એકવાર મોટી જીત મેળવી છે. આ ઐતિહાસિક જનાદેશ સાથે અલ્બેનીઝ સતત બીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. તેઓ છેલ્લા 20 વર્ષમાં સતત બીજો કાર્યકાળ મેળવનારા પ્રથમ ઓસ્ટ્રેલિયન નેતા બન્યા છે. શનિવારે આવેલા ચૂંટણી પરિણામો બાદ વિપક્ષી લિબરલ પાર્ટીના નેતા પીટર ડટને હાર સ્વીકારીને અલ્બેનીઝને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા.

સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર સિડનીમાં લેબર પાર્ટીના વિજયના ઉત્સવમાં, અલ્બેનીઝે તેમના સમર્થકોને સંબોધિત કરતા કહ્યું હતું કે, “અમે કોઈની પાસેથી ઉધાર નહીં લઈએ કે કોઈની નકલ નહીં કરીએ. અમારી પ્રેરણા અમારા લોકો અને અમારા મૂલ્યો છે. અલ્બેનીઝ છેલ્લા 20 વર્ષમાં સતત બીજી વખત વડાપ્રધાન બનનારા પ્રથમ ઓસ્ટ્રેલિયન નેતા છે.

કેટલી બેઠક પર મળી જીત?
ઓસ્ટ્રેલિયન ચૂંટણી પંચના આંકડા અનુસાર, લેબર પાર્ટી 150 માંથી 81 બેઠકો જીતવા તરફ આગળ વધી રહી છે. 68% મતોની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને સરકાર સંપૂર્ણ બહુમતી તરફ આગળ વધી રહી છે. લેબરના ખજાનચી જિમ ચાલ્મર્સે જણાવ્યું હતું કે, 2024 ના અંત સુધી અમારી સ્થિતિ ખરાબ હતી, પરંતુ અલ્બેનીઝની મહેનત, યોગ્ય નીતિઓ અને ટ્રમ્પની અસરને કારણે અમારી જીત થઈ. આ જીત ઐતિહાસિક છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button