
મિશિગન: જનરલ સ્ટોર્સમાં ચોરી કે લૂંટની ઘટનાઓ ઘણીવાર બનતી હોય છે. ચોર કે લૂંટારૂઓ પોતાના બચાવ માટે હથિયાર લઈને આવતા હોય છે. તાજેતરમાં અમેરિકાના એક શહેરના જનરલ સ્ટોરમાં પણ એક અજાણ્યા શખ્શે ચાકુ વડે લોકો પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેમાં દસથી વધુ લોકો ઘાયલ થયા છે.
11 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
આંતરરાષ્ટ્રીય મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ, અમેરિકાના મિશિગન રાજ્યના ટ્રેવર્સ શહેરમાં શનિવારની બપોરે એક હુમલો થયો હતો. શહેરના વૉલમાર્ટ સ્ટોરમાં એક શખ્સે ચાકુ વડે લોકો પર હુમલો કર્યો હતો. જેમાં 11 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને શહેરના મુનસન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
મિશિગન સ્ટેટ પોલીસે એક્સ પર પોસ્ટ કરીને હુમલા અંગેની માહિતી આપી હતી. મિશિગન સ્ટેટ પોલીસે લખ્યું હતું કે, ગ્રાન્ડ ટ્રૈવર્સ કાઉન્ટી શેરીફ કાર્યાલય ટ્રૈવર્સ સિટીના વૉલમાર્ટમાં ચાકુ વડે હુમલો કરવાની ઘટનાની તપાસ ચાલી રહી છે. આરોપીની કસ્ટડીમાં છે. જોકે, હાલ બહુ સીમિત માહિતી ઉપ્લબ્ધ છે.”
ઉલ્લેખનીય છે કે, વૉલમાર્ટ સ્ટોરમાં શખ્સે લોકો પર હુમલો કેમ કર્યો તેનું કારણ સામે આવ્યું નથી. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રાન્ડ ટ્રૈવર્સ 911 સર્વિસે લોકોને વૉલમાર્ટ સ્ટોર અને તેની આસપાસની દુકાનોથી દૂર રહેવાની અપીલ કરી છે.
આ પણ વાંચો…9,000 કર્મચારીની છટણી મુદ્દે આખરે સત્ય નડેલાએ મૌન તોડ્યું, કહ્યું અમારું ફોક્સ…