Top Newsઇન્ટરનેશનલ

વેનેઝુએલા મુદ્દે નિવેદન આપ્યા પછી અમેરિકન ઉપરાષ્ટ્રપતિના ઘર પર પથ્થરમારો: એક શંકાસ્પદની ધરપકડ…

વોશિંગ્ટન ડીસી: અમેરિકાના રાજકારણમાં ગરમાવો વધી રહ્યો છે ત્યારે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના ઓહાયો સ્થિત નિવાસસ્થાન પર હુમલો થયાના સમાચારથી સુરક્ષા એજન્સી સતર્ક થઈ ગઈ છે. વૉશિંગ્ટન ડીસીની બહારના વિસ્તારમાં આવેલી આ મિલકત પર અજાણ્યા શખસે તોડફોડ કરી મોટું નુકસાન પહોંચાડ્યું છે. આ ઘટના એવા સમયે બની છે, જ્યારે જેડી વેન્સ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અને ખાસ કરીને વેનેઝુએલા પરની સૈન્ય કાર્યવાહીને લઈને આક્રમક વલણ અપનાવી રહ્યા છે.

મીડિયા અહેવાલ મુજબ એક વ્યક્તિ અચાનક જેડી વેન્સના ઈસ્ટ વોલનટ હિલ્સ સ્થિત ઘરના પરિસરમાં ઘૂસી ગયો હતો અને પથ્થરમારો શરૂ કર્યો હતો. આ હુમલામાં ઘરની અનેક બારીઓના કાચ તૂટી ગયા છે. સદનસીબે, હુમલા સમયે ઉપરાષ્ટ્રપતિ ત્યાં હાજર નહોતા. ઘટનાની જાણ થતા જ સીક્રેટ સર્વિસ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. હાલ હુમલાખોરના ઈરાદા અંગે ઊંડી તપાસ કરવામાં આવી રહી છે.

આ હુમલાના થોડા સમય પહેલા જ જેડી વેન્સે વેનેઝુએલામાં અમેરિકી સૈન્ય કાર્યવાહીનું સમર્થન કર્યું હતું. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વેનેઝુએલા ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલું છે અને તેની તેલ સંપત્તિનો ઉપયોગ ‘નાર્કો-ટેરરિસ્ટ’ ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવે છે. વેન્સના આ નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાઓ જાગી હતી અને એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઘર પર થયેલો હુમલો આ વિવાદિત નિવેદનનો પ્રતિભાવ હોઈ શકે છે.

આ પણ વાંચો…વેનેઝુએલા પર હુમલા બાદ શી જિનપિંગનો અમેરિકા પર પ્રહાર, કહ્યું વિશ્વમાં એકતરફી દાદાગીરી વધી

જેડી વેન્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને સમજાવ્યું હતું કે વેનેઝુએલાથી માત્ર ફેન્ટાનીલ જ નહીં, પરંતુ મોટા પાયે કોકેઈનની તસ્કરી પણ થાય છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે કોકેઈન એ લેટિન અમેરિકન ડ્રગ કાર્ટેલની કમાણીનું મુખ્ય કેન્દ્ર છે. જો આ કમાણી રોકવામાં આવે, તો જ ગુનાહિત નેટવર્કને નબળું પાડી શકાય. વેન્સના મતે, અમેરિકાની સૈન્ય કાર્યવાહીનો મુખ્ય હેતુ આ ડ્રગ માફિયાઓની આર્થિક કમર તોડવાનો છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button