નાઇજીરીયામાં ઇસ્લામિક ઉગ્રવાદી જૂથ બોકો હરામનો લોહિયાળ હુમલો, 37 ગ્રામજનોની હત્યા
નવી દિલ્હી: ઉત્તર-પૂર્વ નાઇજીરીયામાં બોકો હરામ ઉગ્રવાદી જૂથે બે અલગ-અલગ હુમલામાં 37 ગ્રામવાસીઓની હત્યા કરી હતી. અહેવાલો અનુસાર ઉગ્રવાદી બળવાખોરોએ સોમવાર અને મંગળવારે યોબે રાજ્યના ગીદામ જિલ્લામાં ગ્રામજનોને નિશાન બનાવ્યા હતા. ઉગ્રવાદીઓએ 17 લોકોની ગોળી મારી હત્યા કરી હતી, જેમના અંતિમ સંસ્કારમાં જઈ રહેલા 20 લોકોની લેન્ડમાઈન વડે હત્યા કરવામાં આવી હતી.
નાઇજીરીયામાં પહેલો હુમલો સોમવારે મોડી રાત્રે 30 ઓક્ટોબરના રોજ ગીદામના દૂરના ગુરોકૈયા ગામમાં થયો હતો, ઉગ્રવાદીઓએ કેટલાક ગ્રામજનો પર ગોળીબાર કર્યો હતો, જેમાં 17 લોકો માર્યા ગયા હતા. આ 17 મૃતકોને દફનાવવા માટે મંગળવારે ગામવાસીઓ કબ્રસ્તાનમાં તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં લેન્ડમાઈનમાં વિસ્ફોટ થતા 20 લોકોના મોત થયા હતા.
નાઈજીરિયાના ઈસ્લામિક કટ્ટરપંથી જૂથ બોકો હરામેં યોબેના પડોશી રાજ્ય બોર્નોમાં છેલ્લા 14 વર્ષમાં 35,000 લોકોની હત્યા કરી છે, 20 લાખથી વધુ લોકો ઉગ્રવાદી હિંસાને કારણે વિસ્થાપિત થયા છે.