કોલ્ડપ્લે કન્સર્ટ વિવાદ: CEO ના વાયરલ વીડિયોથી ટેક કંપનીમાં રાજીનામું…

વોશિંગ્ટન: અમેરિકાની ટેક કંપની એસ્ટ્રોનોમરના સીઈઓ એન્ડી બાયરને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. એસ્ટ્રોનોમરના સીઈઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેઓએ એક મહિલા કર્મચારીને પોતાની બાહોમાં રાખી હતી. કોલ્ડપ્લે કન્સર્ટમાં કેદ થયેલા વીડિયોના વિવાદ બાદ ટેક કંપનીના સીઈઓએ રાજીનામું આપ્યું હતું.
કંપની દ્વારા શનિવારે લિંક્ડઇન પર પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે એન્ડી બાયરને સિનસિનાટી સ્થિત એસ્ટ્રોનોમર ઇન્ક.ના સીઈઓ તરીકે રાજીનામું આપ્યું છે. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કેએસ્ટ્રોનોમર એ મૂલ્યો અને સંસ્કૃતિ પ્રત્યે પ્રતિબદ્ધ છે જેણે અમારી સ્થાપના સમયથી અમારુ માર્ગદર્શન કરે છે. અમારા લીડર્સ પાસેથી આચરણ અને જવાબદારી બંનેમાં ધોરણ સ્થાપિત કરવાની અપેક્ષા રાખવામાં આવે છે અને તાજેતરમાં તે માપદંડોનું પાલન થયું નથી.
કંપની દ્ધારા આ પગલું તેના એક દિવસ બાદ લેવામાં આવ્યું છે જેમાં કંપનીએ કહ્યું હતું કે બાયરનને રજા પર મોકલી દેવામાં આવ્યા છે અને ડિરેક્ટર બોર્ડે જમ્બોટ્રોન ઘટનાની ઔપચારિક તપાસ શરૂ કરી છે, જે વાયરલ થઈ હતી. કંપનીના પ્રવક્તાએ બાદમાં મીડિયાને આપેલા એક નિવેદનમાં પુષ્ટી કરી હતી કે વીડિયોમાં બાયરન અને એસ્ટ્રોનોમરના ચીફ પીપલ ઓફિસર ક્રિસ્ટિન કેબોટ હતા.
આ વીડિયોમાં બાયરન અને કેબોટને બુધવારે કોલ્ડપ્લે કન્સર્ટ દરમિયાન મેસાચ્યુસેટ્સના ફોક્સબોરોના જિલેટ સ્ટેડિયમમાં જમ્બોટ્રોન પર કેદ કરવામાં આવ્યા હતા. સિંગર ક્રિસ માર્ટિને કેમેરાને ભીડને સ્કેન કરવા કહ્યુ હતું. બાદમાં માર્ટીન તેમના વિશે ગીત ગાય છે.
બાદમાં માર્ટિને કહ્યું કે ‘તેમનું અફેર ચાલી રહ્યું છે અથવા તો તેઓ ખૂબ શરમાય છે. વીડિયો વાયરલ થતા લોકોએ ઓળખ કરી કે તે પુરુષ અમેરિકન કંપનીના સીઇઓ છે અને મહિલાની ઓળખ કંપનીના ચીફ પીપલ ઓફિસર તરીકે થઈ હતી.
આ પણ વાંચો…કોલ્ડપ્લે કોન્સર્ટમાં કંપનીના સીઈઓ અને એચઆર હેડનો વીડિયો થયો વાઈરલ…