ઇન્ટરનેશનલ

ધરપકડ કરાયેલા 19 ખાલિસ્તાનીઓની સંપત્તિ જપ્ત કરવામાં આવશે…

નવી દિલ્હી: ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા બાદ ખાલિસ્તાનીઓનો મુદ્દો દેશ વિદેશમાં ઘણો ચર્ચામાં રહ્યો છે ત્યારે તેમાં પણ કેનેડાએ ભારત પર નિજ્જરની હત્યાનો આરોપ લગાવતા મુદ્દો વધારે વણસ્યો હતો અને રાજદ્વારી વિવાદ સર્જાયો હતો, અને ત્યારબાદ ભારતે કેનેડા અને ખાલિસ્તાનીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં ખાલિસ્તાની આતંકવાદી અને પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નુ સામે મોટી કાર્યવાહી કર્યાના એક દિવસ બાદ, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ બ્રિટન, અમેરિકા, કેનેડા, દુબઈ, પાકિસ્તાનમાં રહેતા 19 ભાગેડુ ખાલિસ્તાની આતંકવાદીઓની ધરપકડ કરી છે. અને અન્ય દેશોમાં રહેતા ખાલિસ્તાનીઓની યાદી તૈયાર કરી છે. મળતી માહિતી મુજબ આ 19 આતંકવાદીઓની તમામ સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી શકે છે. આ તમામ આતંકવાદીઓ પર વિદેશમાંથી ભારત વિરોધી પ્રચાર કરવાનો આરોપ છે.

NIAની યાદીમાં બ્રિટનમાં છુપાયેલા પરમજીત સિંહ પમ્મા,કુલવંત સિંહ મુથારા, સુખપાલ સિંહ, સરબજીત સિંહ બેનૂર અને કુલવંત સિંહ ઉર્ફે કાન્તા, ગુરપ્રીત સિંહ ઉર્ફે બાગી, પાકિસ્તાનમાં વાધવા સિંહ બબ્બર ઉર્ફે ચાચા, લાહોરમાં રણજીત સિંહ નીતા, ગુરમીત સિંહ ઉર્ફે બગ્ગા ઉર્ફે બાબા, અમેરિકામાં જય ધાલીવાલ, હરપ્રીત સિંહ ઉર્ફે રાણા સિંહ,કેલિફોર્નિયા (યુએસએ) હરજાપ સિંહ ઉર્ફે જપ્પી સિંહ ,કેલિફોર્નિયા (યુએસએ)માં અમરદીપ સિંહ પુરેવાલ, જસમીત સિંહ હકીમઝાદા દુબઈમાં, ઓસ્ટ્રેલિયામાં ગુરજંત સિંહ ઢિલ્લો, કેનેડામાં લખબીર સિંહ રોડે, કેનેડામાં જતિન્દર સિંહ ગ્રેવાલ, બ્રિટનમાં દુપિન્દર જીત અને ન્યૂયોર્ક (યુએસએ)માં એસ હિંમત સિંહ આ તમામનો આ લિસ્ટમાં સમાવેશ થાય છે.


NIAએ શનિવારે પંજાબના ચંદીગઢમાં પન્નુનું ઘર જપ્ત કર્યું હતું. અમૃતસરમાં તેમની માલિકીની જમીન પણ જપ્ત કરવામાં આવી હતી. પંજાબમાં રાજદ્રોહના ત્રણ કેસ સહિત 22 ફોજદારી કેસોનો સામનો કરી રહેલા પન્નુએ તાજેતરમાં ભારતીય-કેનેડિયન હિંદુઓને દેશ છોડીને ભારત પાછા આવવાની ધમકી આપી હતી.


આ આતંકવાદીઓ પંજાબ અને ભારતના કેટલાક પડોશી વિસ્તારોને અલગ કરીને અલગ ધર્મ આધારિત રાજ્ય બનાવવાની હિમાયત કરે છે, જેને ‘ખાલિસ્તાન’ તરીકે ઓળખવામાં આવે. શીખ ફોર જસ્ટિસે કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં પણ પંજાબ ઈન્ડિપેન્ડન્સ રેફરન્ડમનું આયોજન કર્યું છે. ભારત સરકારે કહેવાતા લોકમતને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે અને કેનેડાની સરકારને તેની સામે પગલાં લેવા જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…