
હોંગઝોઉ: ચીનના હોંગઝોઉમાં રમાઇ રહેલા એશિયન ગેમ્સમાં ટેનિસમાં ભારતને નિરાશા મળી હતી. ટેનિસમાં દેશની નંબર વન મેન્સ જોડી રોહન બોપન્ના અને યુકી ભામ્બરી પ્રથમ રાઉન્ડમાં જ હારીને બહાર ફેંકાઇ જતા મોટો અપસેટ સર્જાયો છે.
જેના કારણે તેઓ હવે મેડલ જીતવાની રેસમાંથી બહાર થઈ ગયા છે. આ ભારતીય જોડીને નીચલા ક્રમાંકિત ઉઝબેકિસ્તાનની જોડી સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
રોહન બોપન્ના અને યુકી ભામ્બરીને ઉઝબેકિસ્તાનના ખુમોયુન અને ફોમીનની મેન્સ જોડી સામે 6-2, 3-6 અને 6-10થી હારનો સામનો કરવો પડ્યો હતો.
આ હારને પણ મોટો અપસેટ માનવામાં આવી રહ્યો છે, કારણ કે બોપન્ના ડબલ્સમાં ટોપ-10 ખેલાડીઓમાં સામેલ છે, તો ભામ્બરી પણ ટોપ-20માં છે, જ્યારે ઉઝબેકિસ્તાનના બંને ખેલાડીઓ ટેનિસ રેન્કિંગમાં ટોપ 300માં પણ નથી.