Top Newsઇન્ટરનેશનલ

ઈરાનમાં પ્રદર્શનકારીઓને ફાંસી આપવામાં આવશે; યુએસ આક્રમણની તૈયારીમાં

તેહરાન: ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેની વિરુદ્ધ જનતાનો રોષ ફાટી નીકળ્યો છે, દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. ઈરાની સુરક્ષા દળોની કાર્યવાહીમાં 2,000થી વધુ લોકોના મોત થયા છે. હજારો પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે, અહેવાલ મુજબ ઈરાન સરકાર પ્રદર્શનકારીઓને ફાંસી આપશે, આજે પહેલા પ્રદર્શનકારીને ફાંસી આપવામાં આવશે.

ઈરાન સરકાર ધરપકડ કરાયેલા કેટલાક પ્રદર્શનકારીઓ પર “મોહરેબેહ” એટલે કે “ઈશ્વર સામે યુદ્ધ છેડવા” ના આરોપો લગાવ્યા છે, જે હેઠળ કેટલાક લોકોને ફાંસી આપવામાં આવી શકે છે.

માનવાધિકાર જૂથોએ આપેલી માહિતી મુજબ 26 વર્ષીય ઇરફાન સોલ્તાનીને યોગ્ય ટ્રાયલ વિના ફાંસી આપવામાં આવી રહી છે, રાજધાની તેહરાન નજીક કારાજમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ગયા અઠવાડિયે તેની ધરપકડ કરવામાં આવી છે.

યુએસ લશ્કરી કાર્યવાહીની તૈયારીમાં:
પ્રદર્શનકારીઓ ફાંસી આપવા સામે યુએસના નેતાઓએ ઈરાનને ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યું કે જો ફાંસી આપવા આવશે તો અમેરિકા ઈરાન સામે ખૂબ જ કડક પગલાં લેશે.

ઈરાન પર યુએસની લશ્કરી કાર્યવાહીની શક્યતા વધુ પ્રબળ થઇ રહી છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના લોકોને વિરોધ ચાલુ રાખવા કહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે ‘મદદ પહોંચી રહી છે.’

અહેવાલ મુજબ યુએસના રાજદૂત સ્ટીવ વિટકોફે અઠવાડિયાના અંતે ઈરાનના દેશનિકાલ કરાયેલા ભૂતપૂર્વ ક્રાઉન પ્રિન્સ રેઝા પહલવીને મળ્યા હતાં. બંનેએ ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અંગે ચર્ચા કરી હતી.

ઈરાન સરકારે દેશભરમાં ઈન્ટરનેટ સર્વિસ બંધ કરી દીધી છે. એવામાં એલોન મસ્કની સ્પેસએક્સે ઈરાનમાં મફત સ્ટારલિંક સેટેલાઇટ સર્વિસ ઓફર કરી, ઈરાનમાં સ્ટારલિંક સબ્સ્ક્રિપ્શન ફી માફ કરવામાં આવી છે.

આપણ વાંચો:  હુમલાના પરિણામો વિનાશક સાબિત થશે: ઈરાન પર અમેરિકાના ‘હુમલાની ધમકી’ પર રશિયાએ આપી ચેતવણી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button