ટ્રમ્પનો વધુ એક ચોંકાવનારો નિર્ણયઃ જી-20 સમિટમાં નહીં થાય સામેલ

વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત ચોંકાવનારો નિર્ણય લીધો હતો. તેમણે સાઉથ આફ્રિકામાં યોજાનારી જી-20 સમિટમાં સામેલ થવાનો ઈનકાર કર્યો હતો. ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું કે, આ મહિનાના અંતમાં સાઉથ આફ્રિકામાં યોજાનારી જી-20 સમિટમાં તેઓ સામેલ નહીં થાય.
મિયામીમાં બિઝનેસ ફોરમને સંબોધતા તેમણે કહ્યું, હું સાઉથ આફ્રિકામાં જી-20 સમિટમાં નહીં જાવ. સાઉથ આફ્રિકાએ જી ગ્રુપમાં રહેવું જ ન જોઈએ. ત્યાં જે કંઈ થઈ રહ્યું છે તે ખૂબ જ ખરાબ છે. હું ત્યાં આપણા દેશનું પ્રતિનિધિત્વ નહીં કરું.
ભારતે 2023માં કરી હતી યજમાની
સાઉથ આફ્રિકાએ 1 ડિસેમ્બર 2024ના રોજ G-20 ની એક વર્ષની અધ્યક્ષતા સંભાળી છે. તે 22 થી 23 નવેમ્બર દરમિયાન જોહાનિસબર્ગમાં જી-20 નેતાઓની બેઠકની યજમાની કરશે. જી-20 સમિટ પ્રથમ વખત આફ્રિકમાં થઈ રહી છે.
ભારતે ડિસેમ્બર 2022થી નવેમ્બર 2023 સુધી જી-20 ની અધ્યક્ષતા કરી હતી અને સપ્ટેમ્બર 2023 માં નવી દિલ્હીમાં 18મા જી-20 સમિટની યજમાની કરી હતી. તે સમયે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન ભારત આવ્યા હતા. જી-20 આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, દક્ષિણ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, સાઉથ આફ્રિકા, તુર્કી, બ્રિટન અને અમેરિકા સામેલ છે.
આ પણ વાંચો…ઝોહરાન મમદાનીએ વિજય ભાષણમાં નહેરુને યાદ કર્યા અને ધૂમ મચાલે ગીત સાથે ઉજવણી, ટ્રમ્પને ચેલેન્જ



