વિદેશી નાણાકીય સહાય મુદ્દે ટ્રમ્પ સરકારનો વધુ એક નિર્ણયઃ સહાયના કરારો પણ સમાપ્ત…

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે બુધવારે જણાવ્યું હતું કે તે ‘યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ’ (યુએસએઆઇડી)ના 90 ટકાથી વધુ વિદેશી સહાયતાના કરારો સમાપ્ત કરી રહ્યું છે અને દુનિયાભરમાં કુલ 60 અબજ ડોલરની અમેરિકન સહાયતા બંધ કરવામાં આવી રહી છે. ટ્રમ્પ સરકારના આ નિર્ણય બાદ યુએસએઆઇડીના કેટલાક પ્રોજેક્ટ્સ કાર્યરત રહેશે.
ટ્રમ્પ વહીવટીતંત્રે બુધવારે ફેડરલ મુકદ્દમામાં દાખલ કરાયેલા આંતરિક મેમો અને દસ્તાવેજોમાં તેની યોજનાઓની રૂપરેખા આપી હતી. એસોસિએટેડ પ્રેસ પાસે આ મેમોરેન્ડમની એક કૉપી પણ છે.
આ પગલાથી સંકેત મળે છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર વિદેશોમાં વિકાસ માટે મળનારી અમેરિકાની સહાયતા બંધ કરવા જઇ રહી છે તથા આ અમેરિકાની દાયકાઓ જૂની આ નીતિમાંથી પીછેહટ કરવા તરફ ઇશારો કરે છે કે વિદેશી સહાયતા અન્ય દેશો અને અર્થવ્યવસ્થાઓને સ્થિર કરીને તથા ગઠબંધન બનાવીને અમેરિકાની હિતોમાં મદદ કરે છે.
આ પણ વાંચો…ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં નાગરિકતા માટે Gold Card યોજના જાહેર કરી, જાણો ભારતીયોને શું ફાયદો થશે ?
અમેરિકાના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે વિદેશમંત્રી માર્કો રુબિયોએ કોન્ટ્રાક્ટ સમાપ્ત કરવાની સમીક્ષા કરી છે. ટ્રમ્પ સરકારે જણાવ્યું હતું કે તે 54 અબજ ડોલરના કાપ માટે 6200 યુએસએઆઇડીના 5,800 કરારો ખત્મ કરશે. વધુમાં 4.4 અબજ ડોલરના કાપ માટે વિદેશ મંત્રાલયના 9100 ગ્રાન્ટ્સમાંથી 4,100ને સમાપ્ત કરવામાં આવી રહ્યા છે.