પાકિસ્તાનમાં નવી સરકારની રચના પહેલા ભારત સાથે સંબંધો સુધારવાની પહેલ
નવી દિલ્હી હાઈ કમિશનમાં મોકલ્યા દૂત

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં સેનાના સમર્થનથી પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (PML-N) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ની સરકાર બનવા જઈ રહી છે. ઇસ્લામાબાદની નવી સરકાર દ્વારા નવી દિલ્હી સાથે સંબંધ બાંધવા માટે પગલા લેવામાં આવી રહ્યા છે. એવી જાણકારી મળી છે કે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ થયા પછી પાંચ ઓગસ્ટ 2019 ના રોજ પાકિસ્તાને નવી દિલ્હીથી તેના રાજદૂત અને પાછા બોલાવી દીધા હતા ત્યારબાદ બંને દેશોની રાજધાનીમાં કોઈ હાઈ કમિશનર નથી. ઇસ્લામાબાદે હવે ભારત સાથે સંબંધો સુધારવાની દિશામાં આ પ્રથમ પગલું લીધું છે.
ઇસ્લામાબાદે Saad Ahmad Warraichને ત્રણ વર્ષના કાર્યકાળ માટે નવી દિલ્હી ખાતેના પાકિસ્તાન ઉચ્ચાયુક્તમાં Charge d’Affaires-CDA નિયુક્ત કર્યા છે.
26 ફેબ્રુઆરીથી CDAનો ચાર્જ સંભાળનાર સાદ અહમદે ન્યુ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના સ્થાયી મિશનમાં ઇસ્લામાબાદના રાજદ્વારી તરીકે સેવા આપી છે. તેઓ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયમાં અફઘાનિસ્તાન, ઇરાન અને તુર્કી ડેસ્કના ડિરેક્ટર જનરલ તરીકે પણ કામ કરી ચૂક્યા છે.
પાકિસ્તાન નવી દિલ્હી ખાતે તેના રાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવાનો ઇરાદો ધરાવે છે. પાકિસ્તાનનો રાષ્ટ્રીય દિવસ 23 માર્ચે ઉજવવામાં આવે છે. 1940માં આ જ દિવસે મુસ્લિમ લીગે મુસ્લિમો માટેના સ્વતંત્ર દેશની રચના માટે લાહોર ઠરાવને સ્વીકાર્યો હતો. પાકિસ્તાન હાઇ કમિશન સામાન્ય રીતે તેમની એમ્બસીમાં આ ઘટનાની ઉજવણી કરે છે. આ વર્ષે 28 માર્ચે પાકિસ્તાનના રાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
પાકિસ્તાન દ્વારા તેના CDAને મોકલવાને અને રાષ્ટ્રીય દિવસની ઉજવણીનું આયોજન કરવાના પગલાંને ભારત સાથેના પાંચ વર્ષના રાજદ્વારી સંબંધોમાં બગાડ પછી ભારત સાથએ સંબંધો સુધારવાના પાકિસ્તાનના સંકેત તરીકે જોવામાં આવે છે.