અમેરિકાનો યુ-ટર્ન, ઈઝરાયેલને એક અબજ ડોલરના શસ્ત્રો આપવાની જાહેરાત

વોશિંગ્ટન: અમેરિકાએ ઈઝરાયેલને શસ્ત્ર આપવાના લઇને યુ-ટર્ન લીધો છે. તેમજ અમેરિકાએ તાજેતરમાં ઈઝરાયેલને ભારે બોમ્બની સપ્લાય પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમણે કહ્યું કે અમે આ પ્રકારનો પ્રતિબંધ એટલા માટે લગાવી રહ્યા છીએ કે ઇઝરાયેલ ગાઝા પટ્ટીના રફાહ શહેરમાં અમારા દ્વારા આપવામાં આવેલા બોમ્બનો ઉપયોગ ન કરી શકે. જ્યારે બિડેને હવે જણાવ્યું છે કે અમેરિકા ઇઝરાયેલને એક અબજ ડોલરના શસ્ત્રો આપશે.
યુએસ શસ્ત્રોનો પુરવઠો આપવાનું બંધ કરશે
અમેરિકી સંસદના ત્રણ કર્મચારીઓએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે હથિયારોનો આ કન્સાઈનમેન્ટ ક્યારે મોકલવામાં આવશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ગત અઠવાડિયે જ, યુએસ પ્રમુખ જો બિડેને પ્રથમ વખત જાહેરમાં ઇઝરાયેલને ચેતવણી આપી હતી કે જો ઇઝરાયેલી સેના દક્ષિણ ગાઝાના રફાહ શહેર પર હુમલો કરશે તો યુએસ તેમને શસ્ત્રોનો પુરવઠો બંધ કરશે. બિડેને એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મેં સ્પષ્ટ કરી દીધું છે કે જો ઈઝરાયેલ રફાહ તરફ આગળ વધશે તો અમેરિકા ઈઝરાયેલને હથિયારો નહીં આપે.
ઇઝરાયેલે આ અઠવાડિયે રફાહ પર હુમલો કર્યો
ડેને સ્વીકાર્યું કે ઈઝરાયેલ દ્વારા ગાઝામાં નાગરિકોને મારવા માટે અમેરિકન હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તાજેતરમાં ગાઝા આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયેલના હુમલામાં અત્યાર સુધી 34,789 પેલેસ્ટિનિયનો નાગરિકો માર્યા ગયા છે. ઇઝરાયેલે આ અઠવાડિયે રફાહ પર હુમલો કર્યો, જ્યાં 10 લાખથી વધુ પેલેસ્ટિનિયનોએ આશરો લીધો છે. રફાહ પર હુમલા પછી, બિડેને આ મહિને ઇઝરાયેલને 2,000 પાઉન્ડના 3,500 બોમ્બની શિપમેન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેની બાદ હવે અમેરિકા દ્વારા ઈઝરાયેલમાં હથિયારોની પ્રથમ જથ્થો મોકલવાના સમાચાર સામે આવ્યા છે.