જો આ જગ્યાએ ગયેલા હશો તો અમેરિકા નહીં આપે વિઝા! ટ્રમ્પે લાગુ કર્યો નવો નિયમ

ન્યૂયોર્કઃ અમેરિકામાં આવતા વિદેશી લોકો માટે વિઝાના નિયમોમાં ફરી ફેરફાર કર્યો છે. અમેરિકાએ બનાવેલા નવા નિયમ પ્રમાણે 1લી જાન્યુઆરી 2007 પછી જે પણ લોકો ગાઝા પટ્ટીની મુલાકાતે ગયા હશે તેવા વિદેશી નાગરિકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ચેક કરવામાં આવશે. નોંધનીય છે કે, ગાઝા પટ્ટીની મુલાકાત લેતા કોઈપણ વિદેશી નાગરિક અંગે આ નવો કાયદો લાગુ કર્યો છે. આ નિર્ણય યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા સેક્રેટરી માર્કો રુબિયોના નિર્દેશનમાં લેવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે, આ નિયમ ઇમિગ્રન્ટ અને નોન-ઇમિગ્રન્ટ બંને પ્રકારના વિઝા પર લાગુ કરવામાં આવ્યો છે.
અમેરિકાએ વિદેશી નાગરિક અંગે આ નવો કાયદો લાગુ કર્યો
વિઝાના આવેદન દરમિયાન તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરવામાં આવશે. જો કોઈની સોશિયલ મીડિયા પ્રોફાઈલમાં અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન પહોંચાડે તેવી પોસ્ટ કે કોન્ટેન્ટ જોવા મળશે તેમની વિઝા અરજી આંતર-એજન્સી સમીક્ષા માટે મોકલવામાં આવશે. આ બાબતે સેક્રેટરી માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે અમે 2025 ની શરૂઆતથી આવા 300 થી વધુ વિઝા રદ કર્યા છે, જેમાં ઘણા વિદ્યાર્થી વિઝાનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, આ નિયમ વિદ્યાર્થી વિઝા, પ્રવાસી વિઝા અને રાજદ્વારી મુલાકાતોનો પણ સમાવેશ થાય છે. એટલું જ નહીં પરંત એગાઝામાં કામ કરનારા બિન-સરકારી સંગઠનો એટલે કે એનજીઓના લોકો માટે પણ આ નિયમ લાગુ થશે.
આ પણ વાંચો: ટ્રમ્પ પ્રશાસનની વિઝા નીતિને કોર્ટમા પડકારી આ ભારતીય વિદ્યાર્થીએ, કહ્યું પગલું ખોટું અને ગેરકાયદે
શું આ નીતિ બંધારણની ભાવના વિરુદ્ધ છે?
સંયુક્ત રાષ્ટ્ર, માનવાધિકાર સંગઠનો અને ઘણા અમેરિકન શિક્ષણવિદોએ આ પગલાને ‘ડિજિટલ સેન્સરશીપ’ અને ‘અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન’ ગણી રહ્યા છે. તેઓ માને છે કે આ નીતિ અમેરિકાના લોકશાહી મૂલ્યોની વિરુદ્ધ છે. આ વિદ્યાર્થીઓ અને માનવાધિકાર કાર્યકરોને બંધ કરવાનો પ્રયાસ છે. નવા નિયમ પ્રમાણે જો કોઈએ ગાઝામાં ઈઝરાયેલ દ્વારા કરવામાં કરવામાં આવેલી કાર્યવાહી અંગે વિવાદસ્પદ ટિપ્પણી કે પોસ્ટ કરી હશે તો તેના વિઝા રદ કરી દેવામાં આવશે. મહત્વની વાત એ છે કે, અમેરિકાનું સંવિધાન ત્યારના દરેક લોકોને ભલે તેમની વિઝા સ્થિતિ ગમે તેવી હોય પરંતુ અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે. જેથી અમેરિકાએ અત્યારે જે વિદેશ નીતિ હેઠળ નિયમ બનાવ્યો છે ગેરબંધારણીય છે. અમેરિકન સરકાર અત્યારે વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરી રહી છે. જે પણ વિદ્યાર્થીઓ ગાઝાનું સમર્થન કરતા હશે તેમના વિઝા રદ કરી દેવામાં આવે છે.