America’s Got Talent: Jammuની આ છોકરીને જોઈ અમેરિકન જજના રૂંવાટા ઊભા થઈ ગયા
લૉસ એંજલસઃ વિવિધ પ્રકારની ટેલેન્ટ બતાવવા માટે America got Talent નામનો શૉ દુનિયાભરમાં ખૂબ જ પ્રખ્યાત છે. કરોડો લોકોમાંથી અહીં માટે સિલેક્ટ થવું અને આ પ્લેટફોર્મ પર પોતાની સ્કીલ બતાવવી દરેક પર્ફોમરનું સપનું હોય છે. માનો કે તક મળી પણ જાય તો જજ અને ઓડિયન્સને ઈમ્પ્રેક કરવી પણ ખૂબ અઘરી છે. આ બધા વચ્ચે જમ્મુની એક 13 વર્ષની છોકરીએ ચારેય જજના તો રૂંવાટા ઊભા કરી દીધા પણ જજ સહિત આખી ઓડિયન્સને સ્ટેન્ડિંગ ઑવેશન આપવા મજબૂર કરી દીધા.
આ છોકરી પહેલા સ્ટેજ પર આવી ત્યારે ખૂબ જ ક્યૂટ લાગતી હતી. તેણે જજ સાથે વાત કરી. પોતે પહેલીવાર ભારતથી બહાર વિદેશમાં આવી હોવાની અને ફ્લાઈટમાં થાકી ગઈ હોવાની વાત તેમે કરી. પછી તેણે કહ્યું કે તે ડ્રેસ ચેન્જ કરી આવે છે અને પોતાનો ડાન્સ દેખાડે છે. તે પાછી સ્ટેજ પર આવી ત્યારે પહેલા પ્રોપ તરીકે એક નાનકડું ઘર આવ્યું અને તેની સાથે ઢીંગલીઓ આવી અને તે ઘર બહારથી જ્યારે આ છોકરી નીકળી ત્યારે ખૂબ જ બિહામણો ચહેરો હતો અને તેના ડાન્સ મુવ્સ જિમ્નાસ્ટિક પર હતા જે જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા અને અમુક સમયે તો જજ અને ઓડિયન્સ જોઈ ન હતી શકતી તેટલા ભયંકર હતા.
હવે આ છોકરી અંગે વાત કરીએ તો તેનું નામ અર્શીયા શર્મા છે અને તે અગાઉ ડીડી સહિત ઘણી ચેનલોના ડાન્સ શૉમાં પોતાની પ્રતિભા દેખાડી ચૂકી છે. આ સાથે તે જિમ્નાસ્ટિકમાં ગોલ્ડ મેડલ પણ જીતી ચૂકી છે.