ઇન્ટરનેશનલ

Trump Vs Zelenskky: ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચેના વિવાદ અંગે અમેરિકન્સે શું કહ્યું?

વોશિંગ્ટન: તાજેતરમાં, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી વચ્ચે વ્હાઇટ હાઉસમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું હતું, પરંતુ એક વાતમાં બન્નેને વાંધો પડ્યો અને ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં જ બન્ને વચ્ચે ઉગ્ર દલીલો શરૂ થઈ ગઈ. આ ઘટના પર ઝેલેન્સકીને ઘણા યુરોપિયન દેશોનો ટેકો મળ્યો હતો, જ્યારે અમેરિકામાં પણ ડોનાલ્ડ ટ્રમ્પની વર્તણૂક અંગે લોકોએ પ્રતિક્રિયા આપી હતી.

જો કે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે વિવાદ થયા બાદ રશિયાએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે યુક્રેનનાં નેતાને તે જ મળ્યું જેનાં તેઓ લાયક હતા. પરંતુ ચાલો જાણીએ કે અમેરિકાના નાગરિકો આ ઘટના વિશે શું વિચારે છે. યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે થયેલા વિવાદ બાદ મોટા ભાગના યુએસ રિપબ્લિકન લોકોએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સને ટેકો આપ્યો છે.

આપણ વાંચો: અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાંથી Joe Bidenએ કેમ પીછેહઠ કરી, શું હતી મજબૂરી ?

અહેવાલો અનુસાર સેનેટર લિન્ડસે ગ્રેહામે સૂચન કર્યું હતું કે ઝેલેન્સકીએ રાજીનામું આપવું જોઈએ. તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે શુક્રવારના વિવાદથી યુક્રેન માટે ભવિષ્યમાં યુએસ લશ્કરી સમર્થનને ખતરો હતો, પરંતુ અન્ય એક રિપબ્લિકન સેનેટરએ ટ્રમ્પ પર “પુતિનને ગળે લગાવવાનો” આરોપ લગાવ્યો હતો.

ઝેલેન્સકીને અમેરિકા સાથે કરાર કર્યા વિના વ્હાઇટ હાઉસ છોડવાનું કહેવામાં આવ્યું હતું. શનિવારે કિંગ ચાર્લ્સ સાથેની તેમની મુલાકાતના એક દિવસ પહેલા ઝેલેન્સકીનું ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઈક વોલ્ટ્ઝે કહ્યું હતું કે ઝેલેન્સ્કીએ હકીકતની જાણવાનો પ્રયાસ કરે છે અને એ પણ પૂર્વ પ્રેમિકાના માફક એ પણ જે સંબંધોને આગળ વધારવાને બદલ નવ વર્ષ પહેલા અમેરિકા દ્વારા કરવામાં આવેલી વાત પર ચર્ચા કરવામાં માગે છે. ડેમોક્રેટસે પણ કહ્યું હતું કે તેઓ અમેરિકા સાથે મુકાબલો કરવામાં ડર ધરાવે છે, જ્યારે વોશિંગ્ટનમાં મોટા ભાગના રિપબ્લિકને ટ્રમ્પને ટેકો આપ્યો હતો.

આપણ વાંચો: અમેરિકી રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ મંજૂર, બાઇડને આપી આવી પ્રતિક્રિયા…

અલબામાના સેનેટર ટોમી ટયુબરવિલેએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે અત્યાર સુધીનું સૌથી સારું કામ ક્યું અને એ પણ યુક્રેનના છંછૂદરને વ્હાઈટ હાઉસની બહાર કાઢવાનું છે.

ટેનેસીના સેનટર બિલ હેગર્ટીએ કહ્યું હતું કે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાને હવે હળવાશથી લઈ શકશો નહીં, જ્યારે અલાસ્કાના સેનેટર લિસા મુર્કોવ્સ્કીએ કહ્યું હતું કે મને સારું લાગ્યું નથી, કારણ કે હવે એવું લાગે છે કે સરકાર આપણા સહયોગીઓથી દૂર જઈ રહ્યું છે પુતિનને ગળે લગાવી રહ્યા છે. બીજી બાજુ નેબ્રાસ્કાના પ્રતિનિધિ ડોન બેકને કહ્યું હતું કે આ દિવસ અમેરિકાની વિદેશ નીતિ માટે ખરાબ હતો.

આપણ વાંચો: US Election Result Live : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો આવવાનું શરૂ, પ્રારંભિક વલણમાં ડોનાલ્ડ ટ્રમ્પ આગળ, કમલા હેરિસ પાછળ

કોઈ પણ રિપબ્લિકને સીધી રીતે ટ્રમ્પ અને વેન્સની ટીકા કરી નહોતી, જ્યારે ડેમોક્રેટ્સે વ્હાઈટ હાઉસની ટીકા કરી હતી. સીનેટ માઈનોરિટી લીડર ચક શૂમરે કહ્યું હતું કે ટ્રમ્પ અને વેન્સ (પુતિનનો હાથો બની) ગંદુ કામ કર્યું છે.

યુક્રેન માટે સહાય અને મજબૂત વિદેશ નીતિના હિમાયતી સેનેટર ગ્રેહામે શુક્રવારે વ્હાઇટ હાઉસ છોડતી વખતે કહ્યું હતું કે “ઓવલ ઓફિસમાં મેં જે જોયું તે શરમજનક હતું, અને મને ખબર નથી કે આપણે ક્યારેય ઝેલેન્સકી સાથે વ્યાપાર કરી શકીશું કે નહીં.

મારા માટે પ્રશ્ન એ છે કે ‘શું તે અમેરિકનોની નજરમાં તે સુધારવાને યોગ્ય છે?'” મોટા ભાગના અમેરિકનો જેમણે આજે જે જોયું તે જોયું તેઓ ઝેલેન્સકીને તેમના વ્યવસાયિક ભાગીદાર બનાવવા માંગતા નથી, જેમાં મારો પણ સમાવેશ થાય છે, હું યુદ્ધ શરૂ થયા પછી નવ વખત યુક્રેન ગયો છું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button