ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી બદલાયો બજારનો મૂડ, અમેરિકન શેરમાર્કેટમા 9. 5 ટકાની જબરજસ્ત તેજી…

મુંબઈ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સિવાય અનેક દેશો પર નવો ટેરિફ લાગુ કરવા 90 દિવસની રાહત આપી છે. જેની સીધી અસર છેલ્લા અઠવાડિયાથી સતત કકડભૂસ થઇ રહેલા અમેરિકન શેરબજારોમા જોવા મળી છે. જેમાં યુએસના બુધવારે બજાર શરૂ થતા અફડા તફડી જોવા મળી હતી. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પની રાહતની જાહેરાત બાદ યુએસ બજારમાં 6 ટકાથી વધુની તેજી જોવા મળી. જેની અસર વિશ્વના મોટાભાગના શેરબજારો પણ જોવા મળી છે.
S&P 500 માં 7.57 ટકાનો બમ્પર વધારો
બુધવારે બપોરે( સ્થાનિક સમય) 3.08 વાગ્યે, ડાઉ જોન્સ 2403.00 પોઈન્ટ 6.38 ટકા વધીને 40,048.59 પર બંધ થયો. ગઈકાલે S&P 500 9.5 ટકાના બમ્પર વધારા સાથે 5456.90 પોઈન્ટ પર બંધ થયો. આ ઉપરાંત, નાસ્ડેક 1857.06 પોઈન્ટ એટલે કે 12.16 ટકા ના મોટા વધારા સાથે 17.124. 97 પોઈન્ટ પર બંધ થયો.
ચીન પર ટેરિફ વધારીને 125 ટકા કર્યો
ડોનાલ્ડ ટ્રમ્પે તેમની નવી ટેરિફ નીતિ હેઠળ લગભગ તમામ દેશો માટે ટેરિફ દરોમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ યુદ્ધમાં નવા અપડેટ્સ પણ આવ્યા છે. ચીને અમેરિકન માલ પર ટેરિફ 34 ટકાથી વધારીને 84 ટકા કર્યો છે. તો બીજી તરફ અમેરિકાએ ચીની માલ પર ટેરિફ 104 ટકાથી વધારીને 125 ટકા કર્યો છે.
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરથી મંદીના ભણકારા, સોનાના ભાવમા વધારો થયો
એપલના શેરમાં 10 ટકાનો જંગી વધારો
બુધવારે અમેરિકાની ઘણી મોટી કંપનીઓના શેરમાં ભારે વધારો નોંધાયો હતો. ગઈકાલે, Nvidia ના શેરમાં 18.03 ટકા, ડેલ્ટા એર લાઇન્સમાં 23.38 ટકા, ટેસ્લામાં 22.69 ટકા અને એપલના શેરમાં 10 ટકાનો જંગી વધારો થયો હતો. આ ઉપરાંત, S&P 500 પર સૂચિબદ્ધ તમામ મુખ્ય પેટા-ક્ષેત્રો ઊંચા રહ્યા હતા. જેમાં IT 11 ટકા અને ગ્રાહક વિવેચનાત્મક 8.5 ટકાના દરે આગળ રહ્યા.