અમેરિકાના ચૂંટણીમાં ધમાલ મચાવી Elon Musk-Donald Trump ની જોડીએ, વિશ્વાસ ના હોય તો તમે પણ જોઈ લો…
અમેરિકાની ચૂંટણીના પરિણામો આવી ગયા અને ફરી એક વખત ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બની ગયા. આ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ઈલોન મસ્કની જોડી કમાલની લાગી રહી છે. એક તરફ જ્યાં ભારતની લોકસભાની ચૂંટણી દરમિયાન ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવની જોડી ચર્ચામાં રહી અને તેમણે ઉત્તર પ્રદેશમાં અનેક સીટ પર જિત પણ મેળવી. હવે આવી જ એક જોડી અમેરિકામાં પણ જોવા મળી અને આ જોડી હતી ઈલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પની. ઈલોન મસ્ક દુનિયાના ધનવાન વ્યક્તિમાંથી એક છે.
આ પણ વાંચો : અમેરિકાની ચૂંટણીનો ભારતમાં અલગ અંદાજઃ કમલા હેરિસે ખેતરમાં કાપણી કરી, ટ્રમ્પે પતરાળા પર ભોજન લીધું…
ડોનાલ્ડ ટ્રમ્પે ઈલોન મસ્કરે ખુલીને સપોર્ટ કર્યો હતો. મસ્ક ટ્રમ્પ સાથે અનેક જગ્યાએ ચૂંટણી પ્રચારમાં તો જોડાયા હતા અને એની સાથે સાથે જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પણ ખાસ્સી એવી પોસ્ટ કરી હતી. આજે અમે અહીં તમને આવા જ કેટલાક ફોટો અને પોસ્ટ દેખાડવા જઈ રહ્યા છીએ.
સૌથી પહેલાં શરૂ કરીએ આજની પોસ્ટથી. ઈલોન મસ્કે રાષ્ટ્રપતિ ચૂંટણીના કાઉન્ટિંગવાળા દિવસે બે ફોટો શેર કર્યા હતા જેમાંથી એક ફોટોમાં તે ટ્રમ્પ સાથે ડાઈનિંગ ટેબલ પર જોવા મળે છે. આ ફોટોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. બીદી ફોટોમાં તે સિંક લઈને જતા જોવા મળી રહ્યા છે. ઈલોન મસ્કના અનેક પોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે અને લોકો આ ફોટોને એક્સ પર રિપોસ્ટ પણ કરી રહ્યા છે.
આ પહેલાં પણ 14મી ઓગસ્ટના દિવસે એક્સ પર ઈલોન મસ્કે એક વીડિયો શેર કર્યો છે. 36 સેકન્ડના આ વીડિયોમાં મસ્ક અને ટ્રમ્પના અવતાર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. હકીકતમાં તો આ એક એઆઈ જનરેટેડ વીડિયો હતો અને એમાં બંનેના અવતાર ક્લાસિકલ પોપ કલ્ચર ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણીમાંથી કમલાની વિદાય તો ઉષાનું આગમન, જાણો શું છે ભારત કનેક્શન
અત્રે ઉલ્લેખનીય છે કે ઈલોન મસ્કે એક ચૂંટણી પ્રચાર દરમિયાન પેન્સિલ્વેનિયાના હેરિસબર્ગના એક ટાઉન હોલમાં એક પિટિશન સાઈન કરવા જણાવ્યું હતું અને એના બદલામાં તેમણે એક લાખ અમેરિકન ડોલર આપવાનું વચન આપ્યું હતું, જેને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરવામાં આવે તો તે 8.42 લાખ રૂરપિયાની આસપાસ થાય છે. આ પિટિશનમાં અમેરિકન સંવિધનના અનુચ્છેદના સંશોધનમાં સમર્થન માંગવામાં આવ્યું હતું.