અમેરિકામાં બે વિમાન વચ્ચે એરપોર્ટ પર જ ટક્કર, ભીષણ આગ લાગી, બે લોકો ઘાયલ | મુંબઈ સમાચાર

અમેરિકામાં બે વિમાન વચ્ચે એરપોર્ટ પર જ ટક્કર, ભીષણ આગ લાગી, બે લોકો ઘાયલ

મોંટાના : અમેરિકામાં બે વિમાન વચ્ચે એરપોર્ટ પર જ ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેના લીધે ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટના મોંટાનાના કાલીસ્પેલ સિટી એરપોર્ટ પર થઈ હતી. આ અંગે મળતી માહિતી મુજબ એરપોર્ટ પર એક નાનું
વિમાન ઉભું હતું ત્યારે એક મોટું વિમાન તેને અથડાયું હતું. આ ટક્કર બાદ ભીષણ આગ લાગી હતી. જેના લીધે એરપોર્ટ
પર નાસભાગ મચી હતી. જોકે, આ દુર્ઘટના કોઈ જાનહાની કે ઈજા નથી થઈ.

ટક્કર બાદ ભીષણ આગ લાગી

આ અંગે મળતી માહિતી મુજબ ચાર લોકો લઈ જતું સિંગલ એન્જીન વાળું વિમાન સ્થાનિક સમય મુજબ બપોરે બે વાગ્યે કાલીસ્પેલ સિટી એરપોર્ટ પર ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. જયારે લેન્ડિગ દરમિયાન એક વિમાન એરપોર્ટ પર ઉભું હતું
ત્યારે બીજા વિમાને તેને ટક્કર મારી દીધી હતી. આ ટક્કર બાદ ભીષણ આગ લાગી હતી.

પાયલોટ અને ત્રણ યાત્રીઓ સુરક્ષિત રીતે બહાર નીકળ્યા

આ દુર્ઘટનાના નજરે જોનારાએ જણાવ્યું હતું કે, એક વિમાન આવ્યું હતું એન રનવેના અંત ભાગમાં દુર્ઘટનાગ્રસ્ત થઈને બીજા વિમાનને અથડાયું હતું. આ વિમાન લેન્ડિંગનો પ્રયાસ કરી રહ્યું હતું. જોકે, ટક્કર બાદ આગ લાગી હતી. પરંતુ પાયલોટ અને ત્રણ યાત્રીઓ સુરક્ષિત રીતે બહાર નીકળ્યા હતા. જેમાં બે પ્રવાસીઓને સામાન્ય ઈજા પહોંચી છે. તેમની એરપોર્ટ સારવાર કરવામાં આવી.

એર એમ્બ્યુલન્સ એરિજોનામાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી

ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે અમેરિકામાં એક અન્ય વિમાન દુર્ઘટના ઘટી હતી. જેમાં એર એમ્બ્યુલન્સ એરિજોનામાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ દુર્ઘટના માં વિમાનમાં આગ લાગી હતી. જેમાં ચાર લોકોના મોત થયા હતા. આ વિમાન ચિનલે એરપોર્ટ પર દુર્ઘટના ગ્રસ્ત થયું હતું.

આપણ વાંચો:  વિજય માલ્યા જેવા ભાગેડુઓને ભારત લાવવા સરળ બનશે! યુકે સરકારે લીધો મોટો નિર્ણય

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button