ઇન્ટરનેશનલ

અમેરિકાએ કેનેડા સાથે તોડ્યા વેપારી સંબંધો, જાણો કેનેડા પર શું થશે અસર?

કેનેડા: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા સાથેના તમામ વેપાર સંબંધો તાત્કાલિક અસરથી સમાપ્ત કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણયથી કેનેડાની અર્થવ્યવસ્થા, ઉદ્યોગો અને વૈશ્વિક સ્થિતિ પર ગંભીર અસર થવાની શક્યતાઓ સેવાય રહી છે. અમેરિકા દ્વારા લેવાયેલ આ આકરા નિર્ણય પાછળનું મુખ્ય કારણ કેનેડાના ડિજિટલ સર્વિસ ટેક્સ અને અમેરિકન ડેરી ઉત્પાદનો પર 400% ટેરિફ છે. આ ઘટનાએ બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધો પર પ્રશ્નો ઉભા કર્યા છે.

ટ્રમ્પે કેનેડાને વેપાર માટે ‘મુશ્કેલ’ દેશ ગણાવીને તમામ વેપારી સંબંધો તોડી નાખ્યા છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે, કેનેડાના ડિજિટલ સર્વિસ ટેક્સથી અમેરિકન કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. આ ઉપરાંત, કેનેડાએ અમેરિકન ડેરી ઉત્પાદનો પર ભારે ટેરિફ લગાવ્યો હતો. અમેરિકાએ કેનેડાને આગામી સાત દિવસમાં વેપાર સંબંધિત ચૂકવણીની વિગતો આપવા જણાવ્યું છે.

કેનેડા પર અસર

અમેરિકા કેનેડાનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. 2024માં કેનેડાના 75% આયાત (લગભગ 600 બિલિયન ડોલર) અને 50% નિકાસ અમેરિકા સાથે હતી. વેપાર બંધ થવાથી ઊર્જા, ઓટોમોબાઈલ અને ઉત્પાદન ક્ષેત્રોને નુકસાન થવાની શક્યતા છે. જો આ વેપાર સંબંદ બંધ થઈ જશે તો આગામી થોડા જ સમયમાં કેનેડાની જીડીપી 10-15% ઘટવાની શક્યતા છે. ઓન્ટારિયો અને ક્વિબેકમાં બેરોજગારી વધશે, જેનાથી લાખો નોકરીઓ જોખમમાં આવશે.

ઊર્જા અને ઉદ્યોગો પર સંકટ

અમેરિકા દરરોજ કેનેડા પાસેથી 4 મિલિયન બેરલ તેલ ખરીદે છે, જે હવે બંધ થશે. જેનાથી કેનેડાની તેલ અને ઊર્જા કંપનીઓ સંકટમાં મુકાશે. ઓટોમોબાઈલ ક્ષેત્રની ફોર્ડ, જીએમ અને સ્ટેલેન્ટિસ જેવી કંપનીઓને નુકસાન થશે. લાકડું, સ્ટીલ અને ખનીજોની નિકાસ બંધ થવાથી કેનેડાને નવા બજારો શોધવા મુશ્કેલ પડશે. કનાડિયન ડોલર નબળું પડશે, જેનાથી આયાત મોંઘી થશે અને મોંઘવારી વધશે.

આ પણ વાંચો…શું ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાનને આપશે 30 અબજ ડોલર? ઈઝરાયેલે આપી આ પ્રતિક્રિયા…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button