અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની કઠોર નીતિઓ વિરુદ્ધ લોકોનો ઉગ્ર વિરોધ, કરી હિટલર સાથે સરખામણી

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કઠોર નીતિઓના વિરોધમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. જેમાં શનિવારે ન્યુ યોર્ક, વોશિંગ્ટન સહિત અનેક શહેરોમાં લોકોને અત્યાર સુધીનો બીજો મોટો દેખાવો કર્યો. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર ન્યૂ યોર્કમાં શહેરની મુખ્ય લાઇબ્રેરીની બહાર વિરોધીઓ નો કિંગ ઇન યુએસ(અમેરિકામાં રાજા નહીં) અને તાનાશાહીનો વિરોધ કરો જેવા સૂત્રો લખેલા પોસ્ટરો અને બેનરો લઈને પ્રદર્શન કરી રહ્યા હતા.
ઇમિગ્રેશન નીતિઓ સામે લોકોનો આક્રોશ
આ વિરોધ પ્રદર્શનોમાં મોટાભાગનો આક્રોશ ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિઓ સામે હતો. જેના પગલે લોકો સૂત્રોચાર કરી રહ્યા હતા. ” નો આઈસ નો ફીયર ઇમિગ્રન્ટ્સ વેલકમ હીયર” ના નારા યુએસ ઇમિગ્રેશન એજન્સીના વિરોધમાં હતા. જે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની અટકાયત કરે છે.
દેશમાં કાયદાના શાસનના મૂળભૂત ખ્યાલ પર સીધો હુમલો
વોશિંગ્ટન ડી.સી.માં દેખાવકારોએ ટ્રમ્પ વહીવટીતંત્ર પર બંધારણીય સિદ્ધાંતો અને અધિકારોને નબળા પાડવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે વ્હાઇટ હાઉસની બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલા 41 વર્ષીય બેન્જામિન ડગ્લાસે કહ્યું કે, ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા દેશમાં કાયદાના શાસનના અને નાગરિકો પર અત્યાચાર ન કરવાની મૂળભૂત અવધારણા પર સીધો હુમલો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા-યુક્રેન યુદ્ધ રોકવાના પ્રયાસો છોડી દેશે! માર્કો રુબિયોએ આપ્યું અલ્ટીમેટમ
ટ્રમ્પ હિટલર કે અન્ય ફાંસીવાદી નેતાઓ કરતાં વધુ મૂર્ખ : કેથી વેલી
જ્યારે ન્યુ યોર્કની અન્ય એક પ્રદર્શનકારી, 73 વર્ષીય કેથી વેલીએ કહ્યું. મારા માતા-પિતાએ મને હિટલરના ઉદય વિશે જે વાર્તાઓ કહી હતી તે આજે ટ્રમ્પ યુગ માટે સુસંગત છે. તેમાં ફરક ફક્ત એટલો જ છે કે ટ્રમ્પ હિટલર કે અન્ય ફાંસીવાદી નેતાઓ કરતાં વધુ મૂર્ખ છે. તેમનો ઉપયોગ થઈ રહ્યો છે અને તેની પોતાની ટીમમાં જ એકસુત્રતા નથી.