અમેરિકા OPT સમાપ્ત કરવાની યોજના બનાવી રહ્યું છે: ભારતીય વિદ્યાર્થીઓ આ રીતે થશે અસર

વોશિંગ્ટન ડીસી: ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ યુનાઇટેડ સ્ટેટ્સની ઈમિગ્રેશન પોલિસીમાં મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. એવામાં યુનાઇટેડ સ્ટેટ્સ કોંગ્રેસમાં એક નવું બિલ રજુ કરવામાં આવ્યું છે. આ બીલ પસાર થતા યુએસમાં રહેતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને માઠી અસર થઇ શકે છે. ખાસ કરીને સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ (STEM) અભ્યાસક્રમોમાં ભણતા વિદ્યાર્થીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે. બીલમાં ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) ને સમાપ્ત કરવાનો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો છે. OPT એક વર્ક ઓથોરાઇઝેશન પ્રોગ્રામ છે, જે વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન પછી ત્રણ વર્ષ સુધી યુએસમાં રહેવાની મંજૂરી આપે છે.
અહેવાલ મુજબ આ પગલાથી યુએસમાં હજારો ભારતીય વિદ્યાર્થીઓની કારકિર્દી પર જોખમ ઉભું થઇ શકે છે. અહેવાલ મુજબ, 2023-2024 શૈક્ષણિક વર્ષ દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી ભારતના છે, જેની સંખ્યા 3,31,602 નોંધાઈ હતી, પાછલા વર્ષ કરતા 23 ટકા વધુ ભારતીય વિદ્યાર્થીઓ નોંધાયા હતાં.
આ પણ વાંચો: US VS China: અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોર વકર્યું, અમેરિકાએ ચીનને આપી ચેતવણી…
આમાંથી લગભગ 97,556 વિદ્યાર્થીઓએ OPT માં ભાગ લીધો હતો, જે કુલ ભારતીય વિદ્યાર્થીઓના 41 ટકા છે. OPT રદ કરવાના અગાઉના પ્રયાસો નિષ્ફળ ગયા હતાં. પરંતુ વર્તમાન વહીવટીતંત્ર ઇમિગ્રન્ટ સામે સતત કાર્યવાહી કરી રહ્યું છે, આ વખતે આ બીલ પસાર થવાની શક્યતા વધુ છે.
દેશનિકાલ અને કડક વિઝા નિયંત્રણો ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચાર વચનોનો મુખ્ય ભાગ રહ્યા હતાં, જેના કારણે હાલના F-1 અને M-1 વિઝા ધારકોમાં ચિંતા ફેલાઈ છે. અહેવાલ મુજબ તેમાંથી ઘણા હવે તાત્કાલિક એવા રોલ મારે અરજી કરી રહ્યા છે જે તેમને તેમને H-1B વિઝામાં અપવવામાં મદદ કરી શકે.
અહેવાલ મુજબ ઘણા ભારતીય વિદ્યાર્થીઓએ ઉનાળાના વેકેશનમાં વતનનો પ્રવાસ રદ કર્યો છે, તેમને ડર છે કે તેમને ફરી યુએસમાં પ્રવેશ નહીં મળે. કોર્નેલ, કોલંબિયા અને યેલ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓએ વિદેશી વિદ્યાર્થીઓને બ્રેક દરમિયાન ઘરે જવાનું ટાળવાની સલાહ આપી છે.