ઇન્ટરનેશનલ

ટ્રમ્પ પર થયેલા વિવાદમાં આક્રમક બન્યો પિતા, 23 વર્ષીય દીકરીને મારી દીધી ગોળી…

ટેક્સાસ, અમેરિકાઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લઈને ચાલી રહેલી ચર્ચામાં પિતાએ પોતાની દીકરીની હત્યા કરી દીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના અમેરિકાના ટેક્સાસમાં બની છે. પિતાએ પોતાની 23 વર્ષીય દીકરીની ગોળી મારીને હત્યા કરી નાખી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પિતા અને દીકરી વચ્ચે ડોલાન્ડ ટ્રમ્પ મુદ્દે ચર્ચા ચાલી રહી હતી. ટ્રમ્પ પર લાગેલા આક્ષેપો પર દીકરીએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, આના કારણે ચર્ચા વધારે ઉગ્ર બની ગઈ હતી. આ દરમિયાન પિતાએ દીકરી લૂસી હેરિસનને ગોળી મારી દીધી હતી. છાતી પર ગોળી વાગતાની સાથે જ ઘટના સ્થળ પર લૂસીનું મોત થઈ ગયું હતું.

23 વર્ષીય દીકરી પિતાએ કરી નાખી હત્યા

અમેરિકાના ટેક્સાસમાં રહેતા પિતા ક્રિસ હેરિસને તેમની 23 વર્ષીય દીકરી લુસી હેરિસને ડોનાલ્ડ ટ્રમ્પ પર તીખી ચર્ચા બાદ ગોળી મારીને મારી નાખી હતી. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ ઘટના 10 જાન્યુઆરી 2025ના રોજ પ્રોસ્પર શહેરમાં બની હતી. વાતા એવી છે કે, 10 જાન્યુઆરીએ લૂસી હેરિસન પોતાના બોયફ્રેન્ડ સેમ લિટલર સાથે બ્રિટનથી રજાઓ માટે આવી હતી. લૂસી હેરિસન મૂળ તો બ્રિટિશ નાગરિક હતી. પરંતુ ટેક્સાસમાં પોતાના પિતાને મળવા માટે આવી હતી.

લૂસી બ્રિટન પાછી જાય તે પહેલા જ પિતા મારી દીધી ગોળી

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે લૂસી ઇંગ્લેન્ડમાં રહેતી હતી. તે 11 જાન્યુઆરીએ બ્રિટન પાછી જવાની હતી, પરંતુ એરપોર્ટ જતા પહેલા ટ્રમ્પની નીતિઓ, વિવાદો અને બંદૂક કલ્ચર પર પિતા સાથે ચર્ચા શરૂ થઈ હતી. લૂસીએ તેના પિતાને પૂછ્યું હતું કે, ‘જો મારી સાથે જાતીય શોષણ થાય તો?’ ત્યારે પિતા ક્રિસ હેરિસને કહ્યું હતું કે, ‘મને વધુ તકલીફ નહીં થાય કારણ કે મારી પાસે બીજી બે દીકરીઓ છે’, પિતાના આવા જવાબથી તે નારાજ થઈ હતી હતી. આખરે એક પિતા દીકરીને આવું કેવી રીતે કહી શકે?

લૂસીના બોયફ્રેન્ડ સેમ લિટલરનું નિવેદન નોંધવામાં આવ્યું

આ ઘટના મામલે લૂસીના પરિવારના સભ્યો સાથે તેના બોયફ્રેન્ડ સેમ લિટલરનું પણ નિવેદન પોલીસે નોધ્યું છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે, પોલીસે આ મામલે હત્યાનો નહીં પરંતુ અજાણતા થયેલી હત્યાનો ગુનો નોંધ્યો છે. આ ઘટનામાં પિતા ક્રિસને કહેવું છે કે, ગોળી ભૂલથી ચાલી ગઈ. પરંતુ પોલીસને શંકા એ છે કે, ક્રિસે દારૂ પીધેલો હતો અને ટ્રિગર પર આંગળી હતી. જેથી મામલો તપાસનો વિષય બન્યો છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button