ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

અમેરિકાએ હિંદ મહાસાગર કેમ તહેનાત કર્યા બી 2 સ્ટીલ્થ બોંબર? જાણો વિગત…

પેન્ટાગોનઃ જ્યારે સમગ્ર વિશ્વ ડોનાલ્ડ ટ્રમ્પે લગાવેલા ટેરિફની ચર્ચામાં વ્યસ્ત હતું ત્યારે અમેરિકાએ ચૂપચાર હિંદ મહાસાગર અને ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં મોટા પાયે સૈન્ય પગલું ભર્યું હતું. અમેરિકાએ હિંદ મહાસાગરમાં બી-2 સ્ટીલ્થ બોંબરને તહેનાત કરવાનો આદેશ આપ્યો હતો. સેટેલાઇટ ઇમેજમાં ડિએગો ગાર્સિયામાં સેનાના મથક પાસે છ બી-2 સ્ટીલ્થ બોંબર જોવા મળ્યા હતા. આ અમેરિકા અને બ્રિટનનો એક સંયુક્ત હિંદ મહાસાગરમાં સૈન્ય અડ્ડો છે.

અમરેરિકા પાસે બી 2 સ્ટીલ્થ બોંબર છે?

અમેરિકામાં કુલ 20 બી 2 સ્ટીલ્થ બોંબર છે. જેમાંથી છ ને હવે હિંદ મહાસાગરમાં તૈનાત કરવામાં આવ્યા છે. તેને એક વ્યૂહાત્મક પગલા તરીકે ઓળખવામાં આવે છે. આ સાથે, અમેરિકાએ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં તેના વિમાનવાહક જહાજ (એરક્રાફ્ટ કરિયર)ની હાજરી એકથી વધારીને ત્રણ કરવાની પણ યોજના બનાવી છે, જેમાંથી બે હિંદ મહાસાગરમાં અને એક દક્ષિણ ચીન સમુદ્ર નજીક પશ્ચિમ પેસિફિક ક્ષેત્રમાં તહેનાત કરવામાં આવશે. આ ઉપરાંત યુએસએસ કાર્લ વિન્સનને મધ્ય પૂર્વ મોકલવાની યોજના ધરાવે છે, જ્યારે યુએસએસ હેરી એસ. ટ્રુમેન અરબી સમુદ્રમાંથી તેની કામગીરી ચાલુ રાખશે. ત્રીજું વિમાનવાહક જહાજ યુએસએસ નિમિત્ઝ અને તેનું વાહક સ્ટ્રાઈક ગ્રુપ દક્ષિણ ચીન સમુદ્ર તરફ જશે.

અમેરિકાએ કેમ લીધું આ પગલું?

અમેરિકાએ અચાનક મોટા પાયે યુએસ સૈન્ય તહેનાત કરવાના પગલાને યોગ્ય ઠેરવતાં કહ્યું કે, અમેરિકાની રક્ષણાત્મક સ્થિતિ સુધારવા માટે કરવામાં આવ્યું છે. યુનાઈટેડ સ્ટેટ્સ અને તેના ભાગીદારો પ્રાદેશિક સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે અને દેશમાં સંઘર્ષ વધારવાનો પ્રયાસ કરતાં કોઈ પણ દેશને તેનો જડબાતોડ જવાબ આપવા તૈયાર છે.

ઈરાન-હુથી બળવાખોરો સામે લેશે પગલા

અમેરિકાએ કોઈ દેશ કે આતકંવાદી સંગઠનનું સીધું નામ લીધું નથી. ઘણા સંરક્ષણ વિશ્લેષકો મધ્ય પૂર્વ અને દક્ષિણ એશિયા – ખાસ કરીને ઈરાન અને યમનની સ્થિતિ તરફ ઈશારો કરે છે. તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યમનમાં ઈરાન સમર્થિત હુથીઓ સામે લશ્કરી કાર્યવાહીમાં સતત વધારો કર્યો છે. ઇઝરાયેલને અમેરિકાના સમર્થનના કારણે અમેરિકન વેપારી અને લશ્કરી જહાજોને નિશાન બનાવી રહ્યા છે. ઇરાન અને તેના તમામ સમર્થકો ઇઝરાયેલ સાથેના યુદ્ધમાં હમાસને ટેકો આપી રહ્યા છે.

આપણવાંચો: ટ્રમ્પનો દાવ ઉલટો પડ્યો? ટેરીફ લાગુ થતા અમેરિકન શેર બજારમાં કડાકો, કંપનીઓને ભારે નુકશાન

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button