અમેરિકાએ પાકિસ્તાનના આ બે સંસ્થાને જાહેર કર્યા આતંકવાદી સંગઠન: જેણે પાક. આર્મીની ઊંઘ કરી હતી હરામ | મુંબઈ સમાચાર

અમેરિકાએ પાકિસ્તાનના આ બે સંસ્થાને જાહેર કર્યા આતંકવાદી સંગઠન: જેણે પાક. આર્મીની ઊંઘ કરી હતી હરામ

વોશીન્ગ્ટન: અમેરિકાએ પાકિસ્તાનના બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) અને તેની સહયોગી સંસ્થા મજીદ બ્રિગેડને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કરી હતી. અમેરિકી વિદેશ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, અનેક આતંકવાદી હુમલાઓ બાદ ૨૦૧૯માં બીએલએને ખાસ કરીને વૈશ્વિક આતંકવાદી (SDGT) તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યું હતું. ત્યારથી આ જૂથે મજીદ બ્રિગેડ દ્વારા કરવામાં આવેલા હુમલા સહિત અનેક હુમલાઓની જવાબદારી લીધી હતી. આ સંગઠને પાકિસ્તાનની સેનાની ઊંઘ હરામ કરી નાખી હતી.

મળતી વિગતો અનુસાર, નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે વિદેશ વિભાગે બીએલએ અને તેની સહયોગી સંસ્થા મજીદ બ્રિગેડને વિદેશી આતંકવાદી સંગઠન (FTO) જાહેર કર્યું છે. મજીદ બ્રિગેડને તેના સહયોગી સંગઠન તરીકે બીએલએની પહેલાંથી જ ઉપલબ્ધ ખાસ નિયુક્ત વૈશ્વિક આતંકવાદીની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે.

અમેરિકી વિદેશ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા પત્ર મુજબ, આ પગલું દર્શાવે છે કે અમેરિકા આતંકવાદ વિરુદ્ધ મક્કમતાથી લડી રહ્યું છે. આતંકવાદી સંગઠન જાહેર કરવું એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ પગલું છે. તેનાથી આતંકવાદી પ્રવૃત્તિઓને મળતા સમર્થનમાં પણ ઘટાડો થાય છે. અમેરિકાએ જણાવ્યું છે કે બલૂચિસ્તાન લિબરેશન આર્મી અનેક આતંકવાદી ઘટનાઓમાં સામેલ રહી ચૂકી છે. તેણે ૨૦૧૯થી અનેક આતંકવાદી હુમલાઓની જવાબદારી પણ લીધી છે.

ઉલ્લેખનીય છે કે ૨૦૨૪માં બીએલએ દ્વારા કરાચી એરપોર્ટ અને ગ્વાદર પોર્ટ કેમ્પસ પાસે આત્મઘાતી હુમલાઓ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. છે. જ્યારે, ૨૦૨૫માં તેણે ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેનને પણ હાઈજેક કરવામાં આવી હતી. આ ઘટનામાં ૩૧ લોકોના મોત થયા હતા, જેમાં નાગરિકો અને સુરક્ષાકર્મીઓનો સમાવેશ થાય છે. આ દરમિયાન ટ્રેનમાં સવાર ૩૦૦થી વધુ મુસાફરોને બંધક બનાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો…અમેરિકામાં અસીમ મુનીરની ‘હિંમત’ વધી, કહ્યું અમે ડૂબ્યા તો અડધી દુનિયા…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button