અમેરિકામાં ટ્રમ્પની ટેરિફ વોરની અવળી અસર, 371 કંપનીઓએ નાદારી માટે અરજી કરી

ન્યુયોર્ક : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દેશની આર્થિક સ્થિતિને મજબુત કરવા માટે શરુ કરેલા ટેરિફ વોરની અસર અન્ય દેશો પણ પડી રહી છે. તેની સાથે સાથે અમેરિકાનું અર્થતંત્ર પણ ડગમગાયું છે. જેમાં અમેરિકાનું જાહેર દેવું વધી રહ્યું છે જે 37 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે. તેમજ દેશમાં આર્થિક મંદીથી સ્થિતિ ઉભી થઈ છે અને કેશ ફલોમાં પણ ઘટાડો થયો છે. જેની સીધી અસર મધ્યમ કક્ષાની કંપનીઓ પર પડી રહી છે. તેમજ તેના લીધે વર્ષ 2025 ના પ્રથમ છ માસમાં 371 કંપનીઓ નાદારીના આરે આવીને ઉભી છે. તેમજ નાદારી માટે અરજી પણ કરી છે. જેમાં મહત્વનું છે
જૂન 2025 માં જ 63 નવી કંપનીઓએ પોતાને નાદાર જાહેર કરવા માટે અરજી કરી છે.
અમેરિકાની આર્થિક મોરચે નિષ્ફળતા
જયારે ગત વર્ષે પણ અમેરિકામાં કુલ 688 મોટી કંપનીઓએ નાદારી માટે અરજી કરી હતી. વર્ષ 2024 ના પ્રથમ છ મહિનામાં 335 કંપનીઓ નાદાર થઈ ગઈ અને બીજા છ મહિનામાં 353 કંપનીઓ નાદાર જાહેર થઈ હતી. જે દેશની આર્થિક મોરચે નિષ્ફળતાને દર્શાવે છે.
અમેરિકાના અર્થતંત્ર પર વધતું દબાણ
એસએન્ડપી માર્કેટ ઇન્ટેલિજન્સ આંકડા અમેરિકાના અર્થતંત્ર પર વધી રહેલા દબાણને દર્શાવે છે. વર્ષ 2025 માં કંપનીઓની રોકડની સ્થિતિ વધુ ખરાબ થઈ છે. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર સ્થિર રાખવા દેવાના સ્તરમાં વધારો અને ગ્રાહક ખર્ચમાં ઘટાડો થવાને કારણે કંપનીઓ પર બોજ વધ્યો છે. જયારે દેશમાં રોજગાર બજારમાં સ્થિરતા, ઉચ્ચ ફુગાવાનો દર અને ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા ટેરિફ પણ આર્થિક પ્રવૃત્તિઓને અસર કરી રહ્યા છે.
પાંચ સૌથી મોટી કંપનીઓ પર 1 બિલિયન ડોલરથી વધુનું દેવું
જૂનમાં નાદારી સુરક્ષા માટે અરજી કરનાર પાંચ સૌથી મોટી કંપનીઓ પર 1 બિલિયન ડોલરથી વધુનું દેવું છે. આ કંપનીઓમાં વુલ્ફસ્પીડ ઇન્ક, એટ હોમ ગ્રુપ ઇન્ક, મરેલી ઓટોમેટીવ એલએલસી, સુનોવા એનર્જી, અને મોસેક ફાઈનાન્સ કોર્પ નો સમાવેશ થાય છે. આ ઉપરાંત જયારે સેમિકન્ડક્ટર ઉત્પાદન કંપની છે. કંપનીએ 22 જૂને જાહેરાત કરી હતી કે તેણે તેના લેણદારો સાથે પુનર્ગઠન કરાર કર્યો છે જે તેના દેવાને આશરે 4.6 બિલિયન ડોલર અને વાર્ષિક રોકડ વ્યાજ ચૂકવણીમાં 60 ટકા ઘટાડો કરશે. આ યોજનાને અમલમાં મૂકવા માટે કંપનીની નાદારી ફાઇલિંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો….યુએસ યુક્રેનને મિસાઇલો મોકલશે, પણ કિંમત ચૂકવવી પડશે; ડોનાલ્ડ ટ્રમ્પની કડક વલણ