AIને કારણે એમેઝોન હજારો કર્મચારીઓની છટણી કરશે! ભારતમાં પણ થશે અસર...
Top Newsઇન્ટરનેશનલ

AIને કારણે એમેઝોન હજારો કર્મચારીઓની છટણી કરશે! ભારતમાં પણ થશે અસર…

સિએટલ: આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સ(AI)ની વધતી જતી કાર્યક્ષમતા અને ઉપયોગીતાને કારણે નોકરીઓની સંખ્યામાં મોટા પ્રમાણમાં ઘટાડો થવાની આશંકાઓ સેવાઈ રહી છે. એવામાં યુએસની ઈ-કોમર્સ અને ટેક જાયન્ટ એમેઝોને દુનિયાભરમાં 30,000 કર્મચારીઓને છુટા કરવાની જાહેરાત કરી છે, કેમ કે કંપની હવે AI પર વધુ આધાર રાખી રહી છે, ભારતમાં પણ કંપની 800-1,000 નોકરી ઘટાડી શકે છે.

અહેવાલ મુજબ એમેઝોન ભારતમાં ફાઇનાન્સ, હ્યુમન રિસોર્સ અને ટેકનોલોજી સહિતના અલગ અલગ વિભાગમાં છટણી કરશે. અહેવાલ મુજબ પીપલ એક્સપિરિયન્સ એન્ડ ટેકનોલોજીના એટ એમેઝોનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ બેથ ગેલેટીએ બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે “બ્યુરોક્રેશીને ઘટાડવા, વધારાના લેયર્સ દુર વધુ કરવા અને રિસોર્સીસને સ્થાનાંતરિત કાર્યને વધુ મજબૂત બનાવવાના આ ઘટાડો કરી રહ્યા છીએ.”

કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ છટણી પાછળ ખરું કારણ AI છે.

Amazon CEO Andy Jassy

CEOએ આપી હતી ચેતવણી:
એમેઝોન યુએસમાં સૌથી વધુ નોકરીઓ આપનાર કંપનીઓની યાદીમાં બીજા ક્રમે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કંપની એ બીજા તબક્કાની છટણીની જાહેરાત કરી છે. CEO એન્ડી જેસીએ અગાઉ ચેતવણી આપી હતી કે AIને કારણે વર્કફોર્સમાં ઘટાડો થશે, હવે કંપની 30,000 કર્મચારીઓને છુટા કરવા જઈ રહી છે.

ગત જુન મહિનામાં એમેઝોનના CEO એન્ડી જેસીએ જણાવ્યું હતું કે આગામી થોડા વર્ષોમાં કંપનીના વર્કફોર્સમાં ઘટાડો થઇ શકે છે, કેમ કે કેટલાક ટાસ્ક સંભાળવા માટે AI નો ઉપયોગ વધરવાની યોજના છે. તેમણે કહ્યું હતું, “AIને કારણે આપણે કામ કરવાની રીત બદલવી જોઈએ, આપણે આજે જે નોકરીઓ કરી રહ્યા છીએ તેમાં ઓછા લોકો અને અન્ય પ્રકારની નોકરીઓમાં વધુ લોકોની જરૂર પડશે.”

એમેઝોને AIમાં રોકાણ વધાર્યું:
એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો કે એમેઝોન આ વર્ષે AI માં 100 બિલિયન યુએસ ડોલરથી વધુનું રોકાણ કરી રહી છે, જે ગત વર્ષે 83 બિલિયન યુએસ ડોલર હતું. કંપની AIસાથે જોડાયેલા કર્યોમાં ભરતી વધારી રહી છે, જેને કારણે અન્યમાં નોકરીઓ ઘટાડો કરવામાં આવશે.

30 જૂન સુધીમાં, એમેઝોન પાસે દુનીયાભરમાં કુલ મળીને લગભગ 15.5 લાખ કર્મચારીઓ હતા.

આ પણ વાંચો…પુલવામા હુમલા માટેના વિસ્ફોટકો એમેઝોન પરથી ખરીદ્યાઃ FATFનો સનસનાટીભર્યો ખુલાસો

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button