ઇન્ટરનેશનલ

યુએસ ચૂંટણીમાં Google હસ્તક્ષેપ કરી રહ્યું છે! આરોપો બાદ ‘ડેમેજ કંટ્રોલ’ની ફરજ પડી

વોશિંગ્ટન: અમેરિકામાં હાલ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી (US presidential election) ચાલી રહી છે, સાથે પરિણામો પણ બહાર આવી રહ્યા છે, ડેમોક્રેટિક ઉમેદવારકમલા હેરીસ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપ વચ્ચે રસાકસી જોવા મળી રહી છે. આ દરમિયાન ગુગલ પર મોટા આરોપ લાગ્યા છે, પક્ષપાતી સર્ચ રિઝલ્ટ્સ બતવવા બદલ ગુગલની ટીકા થઇ રહી છે. ત્યાર બાદ ગુગલે ખામી સ્વીકારીને સુધારી લીધી છે.

અહેવાલ મુજબ, ગુગલ પર આરોપ છે કે જયારે યુઝર્સ “Where can I vote for Trump?” સર્ચ કરે છે ઓછા મહત્વના સર્ચ રિઝલ્ટ્સ મળે છે, જેના સરખામણીમાં ” Where can I vote for Harris?” સર્ચ માટે વધુ સ્પષ્ટ રિઝલ્ટ્સ મળે છે. ગૂગલે આ સ્વીકાર્યું છે, અને આ ખામી સુધારવાનું વચન આપ્યું છે.

Also Read – US Election Result Live: ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસે 200નો આંક પાર કર્યો, કાંટાની ટક્કર

ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સર્મથકોના આક્ષેપો લાંબા સમયથી દાવો કરી રહ્યા છે કે Google ડેમોક્રેટિક પાર્ટીની તરફેણ કરે છે, જ્યારે યુઝર્સને સર્ચ રીઝલ્ટ સ્પષ્ટ ભેદભાવ જોવા મળ્યો ત્યારે ટ્રમ્પ સમર્થકોએ રોષ વ્યક્ત કર્યો હતો. જ્યારે “Where can I vote for Trump?” સર્ચ કરવામાં આવ્યું ત્યારે યુઝર્સને ટ્રમ્પના ન્યુઝ સ્ટોરીઝ અને લિંક્સ આપવામાં આવી હતી. “Where can I vote for Harris?” સર્ચ કરનાર યુઝર્સને તરત જ તેમના નજીકના મતદાન કેન્દ્રની લિંક આપવામાં આવી હતી.

આવા સર્ચ રિઝલ્ટ્સ બદલ ગૂગલને રોષનો સામનો કરવો પડી રહ્યો છે. કેમ કે મતદારો મતદાન, સ્થળ અને સમયના રીઅલ-ટાઇમ અપડેટ્સ માટે ગુગલના સર્ચ એન્જિન પર આધાર રાખે છે.

ગૂગલે યુઝર્સને ખાતરી આપી કે આ ખામી ફિક્સ કરી દેવામાં આવી છે. ગુગલે કહ્યું કે, “બહુ ઓછા લોકો ખરેખર આ રીતે મતદાન કેન્દ્ર સર્ચ કરે છે.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker