અલ્બેનિયાએ ચીનને આપ્યો ઝટકો, TikTok પર પ્રતિબંધ લગાવ્યો | મુંબઈ સમાચાર

અલ્બેનિયાએ ચીનને આપ્યો ઝટકો, TikTok પર પ્રતિબંધ લગાવ્યો

તિરાના : યુરોપીયન દેશ અલ્બેનિયાએ ચીનને મોટો ઝટકો આપ્યો છે. અલ્બેનિયાએ ચીનની ટિકટોક (TikTok)કંપની પર પ્રતિબંધ મૂક્યો છે. દેશના વડા પ્રધાને શનિવારે વિડિયો સર્વિસ ‘ટિકટોક’ને એક વર્ષ માટે બંધ કરવાની જાહેરાત કરી હતી. ટિકટોક પર ખાસ કરીને બાળકોમાં હિંસા ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. ટિકટોક પર શરૂ થયેલા વિવાદના પગલે એક કિશોરને અન્ય કિશોર દ્વારા છરીના ઘા મારીને મારી નાખવામાં આવ્યા બાદ અલ્બેનિયન સત્તાવાળાઓએ નવેમ્બરના મધ્યમાં શિક્ષકો અને માતાપિતા સાથે 1,300 બેઠકો યોજી હતી.

વડા પ્રધાન એડી રામાએ શિક્ષકો અને વાલીઓ સાથેની બેઠકમાં જણાવ્યું હતું કે ટિકટોક “દરેક માટે સંપૂર્ણપણે બંધ થઈ જશે.” હવેથી, ટિકટોક રિપબ્લિક ઓફ અલ્બેનિયામાં ઉપલબ્ધ નહીં હોય .રામાએ કહ્યું કે આ નિર્ણય આવતા વર્ષથી અમલમાં આવશે. જ્યારે ટિકટોક એ અલ્બેનિયા સરકારને ચાકુ મારવામાં આવેલ કિશોરના કેસ અંગે તત્કાલ સ્પષ્ટ માહિતી આપવા જણાવ્યું છે.

Also Read – બાંગ્લાદેશમાં આતંક અટકતો નથી, બદમાશોએ હિન્દુ પૂજારીની હત્યા કરી, મંદિરમાં લૂંટ ચલાવી, જાણો સમગ્ર મામલો

ટિકટોક વપરાશ કરનારાઓમાં બાળકોની સંખ્યા સૌથી વધુ

કંપનીએ કહ્યું કે તેને ગુનેગાર અથવા પીડિતનું ટિકટોક એકાઉન્ટ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. અને તે બહુવિધ અહેવાલોએ ખરેખર પુષ્ટિ કરી છે કે ઘટનાને લગતા વીડિયો ટિકટોક પર નહીં પરંતુ અન્ય પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યા હતા. સ્થાનિક સંશોધકોના જણાવ્યા અનુસાર, દેશમાં ટિકટોક વપરાશ કરનારાઓમાં બાળકોની સંખ્યા સૌથી વધુ છે.

સંબંધિત લેખો

Back to top button