અલાસ્કા એરલાઇન્સે તેના તમામ બોઇંગ 737 max-9 એરક્રાફ્ટને ગ્રાઉન્ડ કર્યા

વોશીંગ્ટન: અમેરિકાના ઓરેગોનના પોર્ટલેન્ડ થી કેલિફોર્નિયામાં ઓન્ટારિયો જતા અલાસ્કા એરલાઈન્સના વિમાનની એક બારી તૂટી ગઈ જવાને કારણે શુક્રવારે સાંજે પોર્ટલેન્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. ત્યાર બાદ અલાસ્કા એરલાઇન્સે શુક્રવારે મોડી રાત્રે તેના તમામ બોઇંગ 737 Max 9 એરક્રાફ્ટને ગ્રાઉન્ડેડ કરી દીધા હતા.
આ ઘટના ટેકઓફના થોડા સમય બાદ બની હતી અને બારી તૂટી જવાને કારણે કેબિનમાં હવાનું દબાણ ઘટી ગયું હતું. ફ્લાઇટ ડેટા દર્શાવે છે કે પોર્ટલેન્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પાછા ફરતા પહેલા પ્લેન 16,000 ફીટ (4,876 મીટર) પર ચઢી ગયું હતું. એરલાઈન્સે જણાવ્યું હતું કે પ્લેન 174 મુસાફરો અને છ ક્રૂ સભ્યો સાથે સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું.
અલાસ્કા એરલાઇન્સના સીઇઓ બેન મિનીકુચીએ એક જણાવ્યું હતું કે “ફ્લાઇટ 1282 સાથે બનેલી આજની રાતની ઘટનાને પગલે, અમે સાવચેતીના ભાગ રૂપે અમારા 65 બોઇંગ 737 max 9 એરક્રાફ્ટના કાફલાને અસ્થાયી રૂપે ગ્રાઉન્ડેડ કરવાનો નિર્ણય લીધો છે, દરેક એરક્રાફ્ટને સંપૂર્ણ મેન્ટેનન્સ અને સેફટી ઇન્સ્પેકશન પછી સેવામાં પરત લાવવામાં આવશે.”
એક મુસાફરે એરક્રાફ્ટમાં પડેલા ગાબડાનો ફોટો શેર કર્યોહતો. શેર કરાયેલા વીડિયોમાં ઓક્સિજન માસ્ક પહેરેલા લોકો અને પ્લેન લેન્ડ થતાં જ મુસાફરો તાળીઓ પાડતા દેખાય છે.